સરકારી વિજ્ઞાન કોલેજ, સેકટર-૧૫ , ગાંધીનગરના માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા ૩જી જાન્યુઆરીએ ““Man v/s Microbes : The story of COVID-19” વિષય પર One day online State Level Seminarનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડો. એમ. જી. ભટ્ટ સાહેબે કાર્યક્રમમાં આમંત્રિત વકતાઓ, તથા ગુજરાતની વિવિધ કોલેજાેમાથી ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકઑનું સ્વાગત કર્યું હતું. તે પછી વિભાગના અધ્યક્ષ ડો. ચેતન અંબાસણા એ સેમીનારની પ્રસ્તાવના આપી હતી. ડો. જિજ્ઞાસા ઠુમર એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ સેમીનારમાં GBRC, ગાંધીનગરના નિયામક ડો. ચૈતન્ય જાેશી, GBRC, ગાંધીનગરના સહનિયામક ડો. માધવી જાેશી, Micro Aid Diagnostic Lab, અમદાવાદના દિનેશ ખંધાડીયા , અને સરકારી વિજ્ઞાન કોલેજ, ગાંધીનગરના ડો. જિજ્ઞાસા ઠુમર, ડો. આરેફા બાઅકઝા, ડો. શીતલ પીઠવા એ વ્યાખ્યાનો આપ્યા હતાં. વ્યાખ્યાતાઓએ હાલની COVID-19ની પરિસ્તીથીને અનુલક્ષીને માહિતી આપી હતી. માઈક્રોબાયોલોજી વિભાગના અધ્યક્ષ ડો. ચેતન અંબાસણાના માર્ગદર્શન હેઠળ, ઓનલાઈન કાર્યક્રમની તકનીકી વ્યવસ્થા ડો. ધર્મેશ અધ્યારૂ એ કરી હતી. કાર્યક્રમના અંતમાં ડો. આરેફા બાઅકઝાએ સર્વેની આભારવિધી કરીને કાર્યક્રમને સમાપ્ત જાહેર કર્યો હતો. આ સેમીનારમાં ૩૫૭ પાટી સીપન્ટ્સ એ ભાગ લીધો હતો.
