Madhya Pradesh

મધ્યપ્રદેશમાં પતિએ વીમાની રકમ માટે પત્નીની હત્યા કરાવી

મધ્યપ્રદેશ
મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં એડિશનલ એસપી મનકામના પ્રસાદના મતે ૨૬ જુલાઇની રાત્રે ભોપાલ રોડ સ્થિત માના જાેડ ગામ પાસે મહિલા પૂજા મીણા (૨૭)ની તે સમયે હત્યા કરી દેવામાં આવી હતી જ્યારે તે બાઇક પર પોતાના પતિ બદ્રીપ્રસાદ મીણા સાથે બેસીને જઇ રહી હતી. પતિએ પોલીસને જણાવ્યું કે તેણે ચાર લોકો પાસે પૈસા લીધેલા હતા. તે પરત કરવા માટે સતત દબાણ કરતા હતા. પોતાની પત્ની સાથે બાઇક પર નેશનલ હાઇવેથી પસાર થઇ રહ્યો હતો તો ચાર લોકોએ હુમલો કર્યો હતો. દરમિયાન પત્ની વચ્ચે બચાવવા આવી તો આરોપીઓએ તેને ગોળી મારીને ફરાર થઇ ગયા હતા. પોલીસે મહિલાના પતિના નિવેદનના આધારે તપાસ શરુ કરી હતી. આ દરમિયાન માહિતી સામે આવી કે પત્નીનો થોડા દિવસો પહેલા જ વીમો કરાવ્યો હતો. જે પછી તપાસ તે દિશામાં શરૂ કરી હતી. આ પછી હત્યા મામલે પતિની જ ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મૃતક મહિલાના પતિની કોલ ડિટેલ કાઢી તો જાણ થઇ કે એક જ નંબર પતિ છેલ્લા કેટલાક દિવસોથી વાત કરતો હતો. તે નંબર ઘટનાવાળી રાત્રે ઘટનાસ્થળ પર હતો. આ પછી પોલીસે પતિની પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબુલી લીધો હતો. એડિશનલ એસપી મનકામના પ્રસાદે જણાવ્યું કે મૃતકાના પતિએ ગુનો કબુલી લીધો છે. આરોપીએ જણાવ્યું કે તેના ઉપર ૫૦ લાખ રૂપિયાનું દેવું હતું. તેણે દેવું ઉતારવા માટે પહેલા પત્નીનો ૩૫ લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો કરાવ્યો અને પછી ઇન્ટરનેટ પર વીડિયો જાેઇને પત્નીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ૫ લાખ રૂપિયામાં પત્નીની હત્યાની સોપારી આપી હતી. એક લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા અને કહ્યું હતું કે બીજા પૈસા વીમાની રકમ આવ્યા પછી આપશે.માની રકમ માટે પતિએ પત્નીની હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. વીમાની રકમથી પોતાના પર ચડી ગયેલું દેવું ઉતારી શકાય તે માટે પતિએ પત્નીની હત્યા કરાવી નાખી છે. ખાસ વાત એ છે કે પત્નીની હત્યા પહેલા પતિએ જ પત્નીનો ૩૫ લાખ રૂપિયાનો વીમો કરાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *