Gujarat

ડીસામાં એક જ રાતમાં ૧૫ જુગારીઓને ઝડપી પાડતા ફફડાટ

ડીસા
શ્રાવણ મહિનો આવતાની સાથે લોકો જુગાર રમવા બેસી જાય છે જાણે શ્રાવણ મહિનો નહીં જુગાર મહિનો હોય તેમ ત્યારે પોલીસ પણ સફાળી જાગે છે અને એકશન મોડ પર આવે છે ત્યારે ડીસામાં પોલીસે બે અલગ અલગ જગ્યાએ રેડ કરી કોઈ ૧૫ જુગારીઓને ઝડપી પાડ્યા છે. રસાણા ગામે એક ખેતરમાંથી મોડી રાત્રે ન્ઝ્રમ્ની ટીમે સાત જુગારીયાઓ અને જુગારના સાહિત્ય સહિત કુલ ૩૭ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસે પણ માર્કેટયાર્ડમાં રેડ કરી એક પેઢીમાંથી આઠ જુગારીયાઓને પકડી પાડ્યા હતા. અત્યારે જિલ્લાભરમાં ન્ઝ્રમ્ અને સ્થાનિક પોલીસની ટીમો શ્રાવણીયા જુગરિયાઓ પર તવાઈ બોલાવી રહી છે. રોજે રોજ અલગ-અલગ વિસ્તારમાંથી જુગાર રમતા શખ્સોને ઝડપી પાડી જેલમાં ધકેલી રહી છે. જે અંતર્ગત ડીસા તાલુકાના રસાણા ગામ પાસે આવેલ એક ખેતરમાં જુગાર રમતા હોવાની માહિતી મળતા જ ન્ઝ્રમ્ ની ટીમે દરોડા પાડ્યા હતા અને વિષ્ણુજી ઠાકોરના ખેતરમાં તપાસ કરતા સાત શખ્સો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા, જ્યારે એક શખ્સ પોલીસને જાેઈ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે સાત જુગારીયાઓ તેમજ તેમની પાસેથી જુગારના સાહિત્ય, ૪ મોબાઇલ સહિત ૩૭ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને તમામ જુગરિયાઓને ડીસા તાલુકા પોલીસને સોંપ્યા છે. જ્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસે પણ મોડી રાત્રે માર્કેટયાર્ડમાં આવેલી ૨૮૪ નંબરની પેઢીમાં દરોડા પાડ્યા હતા અને આઠ જુગારીયાઓ સહિત કુલ ૫૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *