Gujarat

રાજકોટમાં સાસુ-વહુને ચકમો આપી ગઠિયો ૩૩ હજારનો મુદ્દામાલ લઈ ફરાર

રાજકોટ
રાજકોટ મોરબી રોડ પર રતનપર નજીક ભારત પાર્ક-૧ માં રહેતા ચાંદનીબેન મોહિતભાઈ જાેશી અને તેના સાસુ ભાવનાબેન ગઈ તારીખ ૫ ઓગસ્ટના રોજ સવારે ઘરે હાજર હતા ત્યારે એક ભિક્ષુક આવ્યો હતો. જેને ચા બનાવવાનું કહેતા તેને ચા પીવડાવી હતી. તે સાથે જ તે ભિક્ષુકે જાળ ફેલાવી બંનેને કહ્યું કે, ‘;હું તમને વિધિ કરી આપીશ જેથી તમારૂ દુખ, દર્દ મટી જશે.’ આટલુ કહ્યા બાદ તેણે ભાવનાબેનના હાથમાં કંકુ, ચોખા આપ્યા હતા. પાણીનો લોટો મંગાવી ભાવનાબેન ઉપર સાત વાર ઉતાર્યો હતો. બાદમાં અડધો લોટો પી લીધો હતો. ભિક્ષુકેભાવનાબેન અને તેની વહુ ચાંદનીને કહ્યું કે હવે તમે બંને આંખો બંધ કરી દો. બંનેએ આંખો બંધ કરી દેતા જ ભિક્ષુક ઘરમાં ઘુસ્યો હતો અને બંનેના મોબાઈલ ફોન સહિત રૂ.૩૩ હજારના મુદ્દામાલનો રોકડ લઈ નાસી ગયો હતો. બંનેએ આંખ ખોલી ત્યારે ભિક્ષુક ગાયબ થઇ ગયો હતો. જે બાદ ઘરમાંથી બંનેના મોબાઈલ ફોન અને રોકડ રકમ જાેવા ન મળતા ચાંદનીબેને તાત્કાલિક તેમના દિયર યશને બોલાવી બનાવની જાણ કરી હતી. હાલ સમગ્ર મામલે કુવાડવા પોલીસે ફરિયાદ નોંધાતા પોલીસે ગઠીયાની ઓળખ મેળવી તેને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.રાજકોટ મોરબી રોડ પર રતનપર ગામ ખાતે ભારત પાર્ક-૧ માં આવેલી અયોધ્યા રેસીડેન્સીમાં ભિક્ષુકનાં સ્વાંગમાં આવેલો ગઠીયો સાસુ, વહુને વિધિના બહાને આંખો બંધ કરાવી બે મોબાઈલ સહિત રૂ.૩૩ હજારના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયો હતો. કુવાડવા પોલીસે ગઠીયાની ઓળખ મેળવી તપાસ હાથ ધરી છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *