પૂર્વ મંત્રી ઉંધાડ ની રજુવાત થી અમરેલીની ખુમારી સમાન રાજમહેલ નુ રીનોવેશન કરી પ્રવાસન ના વિકાસ માટે દરખાસ્ત મંગાવાઈ
પૂર્વ મંત્રી ઉંધાડ દ્વવારા 185વર્ષ જૂનો રાજમહેલ ને પ્રવાસન નીચે લઇ મ્યુઝિયમ બનાવવા કરાઈ હતી માંગણી.
વડિયા
અમરેલી જિલ્લો એ રાજાશાહી સમય થી રજવાડા ના વિવિધ રાજ્યો ધરાવતો હતો. આજે પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સ્ટેટ સમય ના બાંધકામ, કિલ્લાઓ, મહેલો, પુલ હયાત છે. એમાંની એક મહત્વ ની જગ્યા એટલે અમરેલી ની મધ્ય મા આવેલો રાજ મહેલ. આ રાજ મહેલ લગભગ 185વર્ષ જેટલો જૂનો છે તે આજે પણ રાજવી ઠાઠ સાથે અમરેલીના લોકો ની ખુમારી ની સાક્ષી રૂપે ભૂતકાળ ની યાદો આપતો આજે પણ અડીખમ ઉભો છે. ભૂતકાળ મા જિલ્લા ની વિવિધ કચેરીઓ જેવીકે કલેક્ટર ઓફિસ, જિલ્લા ની કોર્ટ પણ આ મહેલ મા હતી અને આજે પણ આર એન્ડ બી ની કચેરી અહીં આવેલી છે. હાલ આ જિલ્લા પંચાયત ભવન નુ બિલ્ડીંગ નવું બનતા મોટાભાગની કચેરીઓ ત્યાં સ્થાનાંતર થઇ રહી છે. ત્યારે આ અડીખમ ઉભેલો રાજ મહેલ એક ઐતિહાસિક વારસો છે. તેનુ સમારકામ કરવામાં આવે તો હજુ લાંબો સમય તે ટકી શકે તેવી ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત તેમાં પ્રવાસન વિભાગ દ્વવારા વિકાસ કરી હોટલ, પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતા અને સંસ્કૃતિક મ્યુઝિયમ બનાવી તેની જાળવણી અને વિકાસ કરી શકાય તેમ છે. તો આવનારા દિવસો મા આ બંધ થતી કચેરીઓ થી પડતર બની રાજમહેલ ખંઢેર હાલત મા ના ફેરવાય તે પેહલા તેના રીનોવેશન ની માંગણી સાથે કોઈ પ્રવાસન ક્ષેત્ર માટે વિકાસ નુ સ્થળ બને તે બાબતે દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા અમરેલી ના લોકનેતા અને પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ દ્વવારા રાજ્ય ના મુખ્યમંત્રી ને લેખિત મા રજુવાત કરાઈ હતી. આ રજુવાત ને ધ્યાન મા લઇ ને સરકાર દ્વવારા અમરેલીના રાજ મહેલ ને પ્રવાસન માટે વિકસાવવા જિલ્લા ના વહીવટી તંત્ર ને અંદાજ સહ દરખાસ્ત રજુ કરવા સરકાર દ્વવારા આદેશ કરવામાં આવતા હવે આવનારા દિવસો મા અમરેલી ની ધરોહર સમાન અડીખમ ઉભેલો રાજમહેલ એક પ્રવાસન સ્થળ બને તે માટે પૂર્વ મંત્રી બાવકુ ઉંધાડ દ્વારા કરવામાં આવેલી રજુવાત ફળતી હોય અને અમરેલી ના રાજમહેલ નુ નવસર્જન થવાની નો માર્ગ સરકાર મા થયેલી રજુવાત થી સફળ થતો જોવા મળી રહ્યો છે. આ બાબતે જે નેતાને પોતાના વિસ્તારનો વિકાસ કરવો હોય તેને રજુવાત ની કોઈ જરૂરિયાત રહેતી નથી પરંતુ પોતે જે સમસ્યા કે વિકાસ ની તક જુવે તે બાબતે રજુવાત કરવાથી ચોક્કસ લોકોની સુવિધાઓ મા વધારો કરી શકાય છે.
રિપોર્ટ રાજુ કારીયા વડીયા


