રાજકોટ શહેર મહાનગરપાલિકાએ કોરોના વેકસીનેશન શરૂ થાય તે પૂર્વે આજે ફરી મોકડ્રીલ જેવી ડ્રાયરન યોજવામાં આવી હતી.
ગત સપ્તાહે પ સ્થળ બાદ આજે વધુ ૯ જગ્યાએ રસી આપવાની પ્રક્રિયાનું આબેહુબ નિદર્શન કરાયું હતું. મ્યુનિ. કમિશ્નરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો અને વેકસીનેટર સ્ટાફે આજે વધુ એક વખત હાથ બેસાડયો હતો.
અગાઉના ડ્રાયરન વખતની અમુક મુશ્કેલીઓ દૂર કરવા પ્રયાસો કરાયા હતા. ૯ કેન્દ્રો પર નોંધણી, વેકસીન આપવા અને ૩૦ મીનીટના ઓબ્ઝર્વેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.
આજે પણ ૯ કેન્દ્રો પર ૨૨૫ હેલ્થ વર્કસે આ વેકસીનેશનમાં જોડાયા હતાં.
હવે જયારે પણ રસી આપવાની થાય ત્યારે ટીમો સજ્જ હશે એવુ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.
