શ્રી અશોક કુમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યો તથા એન.ડી.પી.એસ. (ગાંજો, અફીણ, હેરોઇન, એમ.ડી.) વિગેરેના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણ અટકાવવા સુચના આપવામાં આવેલ હોય, જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, અમરેલીનાઓનાં માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ગુન્હાનાં કામે નાસતા-ફરતા તેમજ જીલ્લા જેલમાંથી પે-રોલ/ફર્લો અને વચગાળાનાં જામીન ઉપથી છુટી ફરાર થયેલ આરોપીઓ અંગે માહિતી મેળવી તેમને પકડી પાડી, જેલ હવાલે કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અનુસંઘાને શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટ, ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય, જે અન્વયે એસ.ઓ.જી.ટીમએ ચોક્કસ બાતમી આધારે સુરત શહેર ખાતેથી અમરેલી જીલ્લાનાં ચલાલા પોલીસ સ્ટેશનનાં એન.ડી.પી.એસ. એક્ટનાં ગુન્હાનાં કામે પકડવાનો બાકી રહેલ આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં સફળતા મળેલ છે.
*પકડાયેલ આરોપી*
કલ્પેશભાઇ મનસુખભાઇ પ્રજાપતિ, ઉ.વ.૩૯, ધંધો.-રમકડા વેંચવાનો, રહે. ફ્લેટ નં. ૪૦૨ યોગીકૃપા,એપાર્ટમેન્ટ, ચોથો માળ, મગન નગર સોસાયટી, સિંગણપોર, સુરત મુળ રહે. ગામ-સમઢિયાળા (ચારણનું) તા.ગોંડલ જી. રાજકોટ
*પકડાયેલ આરોપીનો ગુન્હાહિત ઈતિહાસ*
ચલાલા પો.સ્ટે. પાર્ટ-બી ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૨૦૪૪૫/૨૦૨૨ NDPS એકટની ક.૨૦(બી) (૨)(બી), ૨૯ મુજબનાં ગુનાના કામે પકડાયેલ મુખ્ય આરોપીએ તપાસ દરમિયાન કબુલાત આપેલ કે, મજકુર ઈસમ સદરહું દાખલ થયેલ ગુનાના મુખ્ય આરોપીને ગાંજો બહાર થી લઇ આપતો હતો.
આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ, નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ પો.સ.ઈ. ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમને ચલાલા પો.સ્ટે.નાં એન.ડી.પી.એસ. ગુનાનાં કામે પકડવાનો બાકી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા


