અચોક્કસ મુદ્દત ની હડતાલ પર ઉતરેલા તલાટીઓ ના સમર્થનમાં બોડેલી તાલુકાની વિવિઘ ગ્રામ પંચાયતો ના સરપંચો આવ્યા
બોડેલી તાલુકાની વિવિઘ ગ્રામ પંચાયતો ના સરપંચો એ પ્રાંત, મામલતદાર, તેમજ TDO ને આવેદન પત્ર આપી તલાટીઓ ની પડતર માગણીઓ નું તાત્કાલિક નિરાકરણ લાવવા જણાવ્યુ જાણવા મળ્યા મુજબ પોતાની પડતર માંગણીના પ્રશ્નોને લઈને બોડેલી તાલુકાના 38 તલાટીઓ 02/08/2022 ના રોજ થી અચોકકસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે જેને લઇને બોડેલી તાલુકાની વિવિઘ ગ્રામ પંચાયતો ના સરપંચો તલાટીના સમર્થનમાં આવ્યા છે બોડેલી સેવા સદન ખાતે બોડેલી તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા બોડેલી SDM બોડેલી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને તલાટીઓ ના સમર્થનમાં આવેદનપત્ર આપ્યું હતું સરપંચ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ગ્રામ પંચાયતની કામગીરી ન થતી હોવાથી લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે જેને લઇને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા હડતાલ પર બેઠેલા તલાટીઓનું સમર્થન કરવામાં આવી રહ્યું છ
બોડેલી ગ્રામ પંચાયતના સરપંચ કાર્તિક શાહ સાથે વાતચીત કરતા તેઓ એ જણાવ્યુ હતું કે પાછલા આઠ દિવસથી બોડેલી સહિત સમગ્ર જિલ્લાના તલાટી કમ મંત્રી ઓ પળતર માંગણીઓ ને લઇ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા છે જેના પગલે બોડેલી સહિત તાલુકાની 82 જેટલી ગ્રામ પંચાયતોમાં વિદ્યાર્થીઓ ને જાતિ આવક ના દાખલા માટે તેમજ આયુષ્માન કાર્ડ માટે રેશનકાર્ડ, પેઢીનામુ તેમજ અન્ય પંચાયતની વહીવટી કામગીરી માં ભારે વિક્ષેપ પડે છે અને તેના લીધે જનતા ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે જેને લઈને બોડેલી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા આયોજનપત્ર આપવામાં આવ્યું હતું અને હડતાલ પર ઉતરેલા તલાટીઓનું સમર્થન કરવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


