હોસ્પિટલમાં ફ્રુટનું વિતરણ કરી મોહરમ ની અનેરી ઉજવણી કરી.
છોટાઉદેપુર જીલ્લા ના બોડેલીની સરકારી તથા ખાનગી હોસ્પિટલો મા દર્દી ઓ ને મોહસીને આઝમ મિશન દ્રારા ફ્રુટ નું વિતરણ કરાયું હતુ
મહોરમ પર્વ નિમિત્તે બોડેલી ખાતે દર વર્ષે મોહસીને આઝમ મિશન દ્વારા હોસ્પીટલે જઇ ફ્રુટ નુ વિતરણ કરવામાં આવે છે હિન્દૂ મુસ્લિમ તમામ દર્દી ઓ ને ફ્રુટ નું વિતરણ કરી કોમી એકતા ના દર્શન જોવા મળ્યા હતા મોહસીને આઝમ મિશન બોડેલી બ્રાંચ દ્વારા કરવામાં આવેલા આયોજન મા સૈયદ મોઇનબાવા અને મિશનના મેમ્બરો ફ્રુટનું વિતરણ કરી મોહરમ ની અનેરી ઉજવણી કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


