Gujarat

વાપી હાઇવે ઉપર મોબાઇલ ઝુંટવતી ટોળકી સક્રિય

વાપી
વાપી ટાઉન, જીઆઇડીસી તેમજ ડુંગરા વિસ્તારમાં થોડા સમયથી મોબાઇલ, ચેઇન ઝુંટવી ફરાર થનારી ગેંગ સક્રિય બની હતી. પોલીસે આ ટોળકીના ઘણાં ઇસમોને પકડી કાર્યવાહી પણ હાથ ધરી હતી. જાેકે થોડા સમયના વિરામ બાદ હવે આરોપીઓ બજાર કે સુમસામ વિસ્તારને છોડી હાઇવે ઉપર સક્રિય થયા છે. બલીઠા વિસ્તારમાં ત્રણ દિવસ અગાઉ ગેરેજ ઉપર જઇ રહેલા મોહમદ હસ્નેન બ્રહ્મદેવ મંદિર પાસેથી મોબાઇલ ઉપર વાતો કરીને ચાલતા જઇ રહ્યા હતા. તે દરમિયાન પલ્સર બાઇક ઉપર આવેલા બે ઇસમો હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને ફરાર થઇ ગયા હતા. જાેકે તેઓ પાછળ હસ્નેન દોડ્યો પણ ક્ષણભરમાં તેઓ ગાયબ થઇ ગયા હતા. આ જ રીતે એક અન્ય વ્યક્તિ સાથે પણ બનાવ બન્યો હતો. મોબાઇલ છીનવી ફરાર થનારા નંબર વગરની કાળી પલ્સર લઇને નજીક આવે છે અને ફોન ખેંચીને છૂ થઇ જતા હોય છે. પ્રથમ બનાવમાં બલીઠા બ્રહ્મદેવ મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેદ થઇ ગયા હતા. સરકાર દ્વારા હાલ જ મોબાઇલ કે વાહન ચોરી માટે પોલીસ સ્ટેશને જવાની જગ્યાએ એપ્લીકેશન થકી ફરિયાદ કરી શકાય તેમ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.વાપી હાઇવે ઉપર રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ઝુંટવનારી ટોળકી ફરીથી સક્રિય બની છે. બલીઠા વિસ્તારમાં બે અલગ અલગ વ્યક્તિઓના હાથમાંથી મોબાઇલ ઝુંટવી ફરાર થનારા બે આરોપી મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. જાેકે આ બંને કેસમાં કોઇ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવાઇ ન હતી.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *