હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી તીર્થ…
સુત્રાપાડા તાલુકા ભાજપ દ્વારા તિરંગા વિતરણ કાર્યક્રમ ની બેઠક મળી તથા તાલુકાના ગામોની અંદર તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું ભારત જેવા મહાન રાષ્ટ્રની આઝાદીને 75 વર્ષ પૂર્ણ અંતર્ગત ના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં તારીખ 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભ્યાન યોજના છે જેના ભાગરૂપે સુત્રાપાડા તાલુકા ભાજપ પરિવાર દ્વારા ગામોની અંદર તિરંગા નું વિતરણ કરવામાં આવી રહ્યા છે. લોઢવા મુકામે બેઠક મળેલ જેમાં પ્રદેશ કારોબારી સદસ્ય શ્રી સીદાભાઈ રાઠોડ, સુત્રાપાડા તાલુકા ભાજપ ના પ્રભારી ગીરીશભાઈ ભજગોતર, સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનભાઈ બારડ,મહામંત્રી બચુભાઈ મેર, પૂર્વ શિક્ષણ સમિતિ ના ચેરમેન ધીરુભાઈ સોલંકી, ગીર સોમનાથ જિલ્લા ભાજપ ના મંત્રી હીરાભાઈ વાઢેર,ગીરસોમનાથ જિલ્લા કિસાન મોરચા ના મહામંત્રી પ્રતાપભાઈ બારડ,ધર્મેન્દ્રસિંહ ગોહિલ,રામભાઈ,વાઢેર,કેશુભાઈ,સુત્રાપાડા તાલુકા ભાજપ ની ટિમ,દરેક શક્તિ કેન્દ્ર ના સંયોજક, પ્રભારી,અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા…


