Uncategorized

વેરાવળ જીઅાઇડીસીમાં પરપ્રાંતીય પર જીવલેણ હુમલાના ત્રણ અારોપી ઝડપાયા…

હેડીગ….. વેરાવળ જીઅાઇડીસીમાં પરપ્રાંતીય પર જીવલેણ હુમલાના ત્રણ અારોપી ઝડપાયા…
પેટા હેડીગ….. સાતેક દિવસ પૂર્વે કંપનીના કર્વાટરમાં સુતેલા પરપ્રાંતીય શખ્‍સ પર લુંટના ઇરાદે છરીથી હુમલો કરેલ…

*અહેવાલ : ચેતન અપારનાથી*

વેરાવળના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે રાત્રીના સમયે ફીશ કંપનીના કવાર્ટરમાં રહેતા પરપ્રાંતીય યુવાનને લુંટના ઇરાદે છરી મારી દીઘાની ઘટનામાં પોલીસે એક સગીર સહિત ત્રણ શખ્‍સોને ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ઘરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થોડા તા.30 ડીસે.એ રાત્રીના સમય વેરાવળ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં અાવેલ અમૃત કોલ્ડ સ્ટોરેજ કંપનીના કવાર્ટરમાં પરપ્રાંતીય શશી ભુષણકુમાર પાસવાની (ઉ.વ.ર૩) સુતો હતો ત્યારે ત્રણ અજાણ્યા શખ્સોએ રૂમનો દરવાજો ખખડાવી અમીત કોણ છે ? તેમ કહી શશીને છરી વડે ડાબા હાથ તથા જમણા પગના ભાગે મારતા ઇજાઓ કરી નાસી છુટેલ હતા. જે અંગે પોલીસે ફરીયાદ નોંઘી તપાસ હાથ ઘરી હતી.

અા અંગે પીઅાઇ બી.જી.રાઠવાએ જણાવેલ કે, ઘટનાને લઇ કંપની તથા સ્‍થળની અાજુબાજુ સીસીટીવી ફુટેજો તપાસ કરતા અમુક શંકમદો નજરે અાવેલ હતા. જેના પર વોચ રાખેલ દરમ્‍યાન સ્‍ટાફના દિપક અખીયા અને મનોજગીરી દિલીપગીરીને ઘટનાને અંજાબ અાપનાર શખ્‍સોની બાતમી મળી હતી. જેના આધારે વસીમ ઉર્ફ ભુરો શામદાર, અફઝલભાઇ ઉર્ફ શીપો પટણી તથા એક સગીરની ઘરપકડ કરવામાં અાવેલ છે. અા ત્રણેય શખ્‍સોએ લુંટના ઇરાદે પરપ્રાંતીય શખ્‍સને છરી મારી હોવાનું પ્રાથમીક પુછપરછમાં જાણવા મળેલ છે.

IMG-20210108-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *