Uncategorized

રાજકોટ શહેર સરકારી અનાજને બારોબાર વહેંચવાનું કૌભાંડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ઘઉંનો જથ્થો લઈ જતા શખ્સને ઝડપી લીધો.*

*રાજકોટ શહેર સરકારી અનાજને બારોબાર વહેંચવાનું કૌભાંડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ઘઉંનો જથ્થો લઈ જતા શખ્સને ઝડપી લીધો.*

*રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર A.C.P ક્રાઇમ ડી.વી.બસીયા, ક્રાઇમ બ્રાન્ચ P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I પી.બી જેબલીયા, હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગમારા, ક્રિપાલસિંહ જાડેજા, જીગ્નેશભાઈ મારૂ, પો.કોન્સ. દેવાભાઈ ધરજીયા અને પ્રતાપસિંહ મોયા પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળતા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી. ત્યારે બોલેરો પીકઅપ વાહન નં. GJ-03-BV 6240 ત્યાંથી પસાર થતા તેને અટકાવી તપાસ કરતા ધંઉ ભરેલા ૫૦ બાચકામાંથી ૨૫૦૦ કિલોગ્રામ ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. બોલેરો ચાલક નટવરભાઇ બાબુભાઇ પારીયા ઉ.૩૬ રહે. વસંત વાટીકા પોલીસ હેડ કવાટર્સની બાજુમાં બાલકદાસ સોસાયટી શેરીનં-૧ ની પ્રાથમિક પૂછપરછમાં આ અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનનો હોવાનું સામે આવતા ચાલકની અટકાયત કરવામાં આવી હતી. અને રૂ.૫૦,૦૦૦ની કિંમતનો ઘઉંનો જથ્થો, બોલેરો પીકઅપ વાહનની કબ્જે સહિત ૨,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અને જથ્થો ક્યાંથી ભર્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ બાબતે આગળની કાર્યવાહી કરવા માટે રાજકોટ સિટી મામલતદારને જાણ કરવામાં આવી છે. તેમના દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.*

IMG-20210108-WA0084.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *