Gujarat

અમરેલી શહેર ભાજપ આયોજીત તિરંગા યાત્રા  તિરંગાના રંગે રંગાયું અમરેલી :હર ઘર તિરંગા યાત્રા

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન રામાણી, સારહિ યુથ ક્લબના પ્રમુખ મુકેશભાઈ સંઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં
અમરેલી નગરમાં ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશ હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની રહ્યા છે. ગામડેથી લઈને મોટા મોટા નગરોમાં તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજ અમરેલી શહેરમાં શહેર ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે, તિરંગા યાત્રામાં નગરજનોનો ઉત્સાહ એમને પ્રેરણા આપે છે. બહોળી સંખ્યામાં સૌ યાત્રામાં સહભાગી બનીર રહ્યા છે. તિરંગો એ આપણા સૌનું ગૌરવ છે. તિરંગાના સન્માનમાં આયોજિત આ યાત્રા લોકોને આપણો ભવ્ય વારસો યાદ અપાવે છે.
આ તકે જિ. પ. પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા,
સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી મનીષાબેન રામાણી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા, પૂર્વ ધારાસભ્ય શ્રી વી વી વઘાસિયા, શ્રી કાળુભાઈ વિરાણી, પૂર્વ પ્રમુખ શ્રી ડૉ. કાનાબાર, મંડળ મહામંત્રી શ્રી રાજેશભાઈ માંગરોળીયા, શ્રી ભરતભાઈ મકવાણા સહિત શહેર ભાજપના હોદ્દેદારો શહેર મંડળ મોરચાના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં નગરજનો, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા….
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

FB_IMG_1660240143251.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *