Maharashtra

ભૂલ ભુલૈયા ૩માં દિપીકા પાદુકોણ જાેવા મળશે

મુંબઈ
બોલિવૂડ સ્ટાર કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની રીસેન્ટલી રિલિઝ થયેલી ફિલ્મ ભૂલ ભુલૈયા ૨ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. અક્ષય જેવા મોટા સ્ટાર્સની, બિગ બજેટ ફિલ્મોની સામે પણ ભૂલ ભુલૈયા ૨ અડીખમ રહી હતી. તેથી સ્વાભાવિક પણે ફિલ્મના મેકર્સ ત્રીજ પાર્ટ બનાવે તેવી શક્યતા છે. તેમાં લીડ રોલ માટે કાર્તિક આર્યન નક્કી છે, પરંતુ લીડ એક્ટ્રેસ બાબતે અસમંજસ ચાલી રહી છે. ફિલ્મના મેકર્સે કિયારા અડવાણીના બદલે દીપિકા પાદુકોણ પર પસંદગી ઉતારી હોવાનું કહેવાય છે. સેકન્ડ પાર્ટ હિટ રહેતાં જ ફિલ્મ મેકર્સે ત્રીજા પાર્ટની તૈયારી શરૂ કરી દીધી છે. નવા અંદાજ અને નવી સ્ટોરી સાથે ફિલ્મ બનાવવાનો પ્લાન છે અને તેમાં કાર્તિક આર્યનનો લીડ રોલ પાકો છે. ભૂલ ભુલૈયા ૨ને ૯૦ કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી, જ્યારે ત્રીજા પાર્ટ માટે રૂ.૧૪૦ કરોડનો ખર્ચ કરવાની તૈયારી છે. ત્રીજા પાર્ટમાં દીપિકા પાદુકોણને લેવાય તેવી શક્યતા છે. દીપિકા અને ફિલ્મના મેકર્સ દ્વારા ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ નથી. દીપિકા અને કાર્તિકની જાેડી પહેલી વખત સાથે જાેવા મળે તેવી શક્યતા છે. કિયારા અડવાણીના હાથમાંથી ફિલ્મ આંચકી લેવામાં દીપિકા સક્સેસ રહે તેવા પૂરા ચાન્સીસ છે.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *