નવીદિલ્હી
ભાઈ બહેનના પ્રેમનો રક્ષાબંધનનો તહેવાર છે, ત્યારે બહેનો પોતાના ભાઇ માટે રાખડીઓ ખરીદતી જાેવા મળી રહી છે. ભાઈ-બહેનનો સંબંધ અતૂટ છે અને દર વર્ષે આવતો રક્ષાબંધનનો તહેવાર તેમાં મધુરતાનું કામ કરે છે. રક્ષાબંધન પર બહેનો ભાઈના હાથમાં રાખડી બાંધે છે અને ભાઈ રક્ષાનું વચન આપે છે. બજારમાં રાખડીની અનેક વેરાયટીઓ હાજર છે, પરંતુ એન્જિનિયરીંગની વિદ્યાર્થિનીઓએ એક એવી સ્માર્ટ રાખડી બનાવી છે, જે ભાઈના હાથની શોભા વધારવાની સાથે ભાઈની સુરક્ષા વધારવામાં પણ મદદ કરશે. આ રાખડી પર એક બટન આપવામાં આવ્યું છે. જાે કોઈપણ પ્રકારની દુર્ઘટના સર્જાય તો તે બટન દબાવતા જ જે નંબર ડાયલ કરવામાં આવશે, તે નંબર પર જાેખમના એલર્ટની સાથે સાથે બ્લડ ગ્રુપ અને લોકેશનનો મેસેજ પણ મોકલવામાં આવશે. ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટની ગીડાની કમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિનિયરીંગની વિદ્યાર્થિની પૂજા યાદવ અને ફાર્મસીની વિદ્યાર્થિની વિજયા રાની ઓઝાએ આ સ્માર્ટ રાખડી બનાવી છે. આ સ્માર્ટ રાખડીનું નામ સ્માર્ટ મેડિકલ સેફ્ટી રાખવામાં આવ્યું છે. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, આ રાખડી દેખાવમાં ખૂબ જ સુંદર છે. આ સ્માર્ટ રાખડીમાં સુરક્ષાના અનેક ફીચર છે અને મુશ્કેલીના સમયમાં આ રાખડી મદદરૂપ સાબિત થશે. સંસ્થાનના નિદેશક ડો. એન. કે. સિંહે જણાવ્યું કે, ખૂબ જ જલ્દી આ રાખડી બજારમાં આવી જશે. વિદ્યાર્થિનીઓએ જણાવ્યું કે, આ રાખડીમાં રહેલ ડિવાઈસમાં પાંચ મોબાઈલ નંબર ડાયલ કરવામાં આવી શકે છે. પરિવારના લોકોના નંબરની સાથે સાથે ડોકટર અને એમ્બ્યુલન્સનો નંબર પણ એડ કરી શકો છો. જાે કોઈ ખરાબ ઘટના સર્જાય તો એક વાર જ આ બટન દબાવવાનું રહેશે. ય્ઁજીની મદદથી પરિવારજનોના મોબાઈલ પર જાેખમનો મેસેજ પહોંચી જશે અને લોકેશન પણ પહોંચી જશે. આ સ્માર્ટ રાખડી બનાવવામાં રૂ .૯૦૦નો ખર્ચ થયો છે. આ રાખડીમાં બ્લુટૂથ અને બેટરીના સાથે નેનો પાર્ટ્સનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જાે એક વાર આ રાખડી ચાર્જ કરવામાં આવે તો ૧૨ કલાકનું બેક અપ આપે છે. ગાડી ચલાવવા દરમિયાન બ્લુટૂથ સાથે અટેચ કરી શકાય છે.


