રાજકોટ
સુરક્ષા એજન્સીઓએ તાજેતરમાં કચ્છના વિવિધ બંદરો મારફતે ભારતમાં ડ્રગ્સની દાણચોરીનું એક મોટું રેકેટ ઝડપી પાડ્યું હતું. ગાંધીધામમાં બુધવારના રોજ કચ્છ કમિશનરેટ ઝ્રય્જી્ ના શહેરી વિભાગ દ્વારા ડ્રગ્સના દુરૂપયોગ અંગે જાગૃતિ લાવવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ કમિશનરેટ ઝ્રય્જી્ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, સેમિનારમાં લગભગ ૨૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આસિસ્ટન્ટ કમિશનર સીજીએસટી રાકેશ બિહારીએ સેમિનારને સંબોધતા ડ્રગ્સના વ્યસનથી કેવી રીતે બચી શકાય તેની મહત્ત્વપૂર્ણ માહિતી આપી હતી. આ સેમિનાર ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીનો એક ભાગ હતો. આ કાર્યક્રમમાં સુપરિન્ટેન્ડેન્ટ ઝ્રય્જી્ જતીન મકવાણા દ્વારા વિદ્યાર્થીને વિવિધ પ્રકારના ડ્રગ્સ, કારણો, ડ્રગ્સની ખરાબ અસરો અને પુનર્વસન પ્રક્રિયા વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.


