અંબાજી
અંબાજીના જાંબુડી ચેકપોસ્ટ પરથી એલસીબીના પેટ્રોલિગ દરમિયાન વિદેશી શરાબથી ભરેલી મીની ટ્રક ઝડપી પાડ્યું હતું. રાજસ્થાન તરફથી આવતા મીની ટ્રકના કેબીન પાછળ ગુપ્ત કેબીન બનાવામાં આવ્યું હતું. એલસીબીના તપાસ દરમિયાન મીની ટ્રકનો રાજ બાહર આવતા વિદેશી દારૂ અને બિયરની ૨૮૬૮ નંગ ગુપ્ત કેબીનથી પકડાઈ હતી. રાજસ્થાનના બાડમેર જિલ્લાના જગદીશ સારૂન ટ્રક ચાલકની અટકાયત કરી હતી. અંબાજી વિસ્તારમાં એલસીબી ની કરીવાહી સરાહનીય છે તો અંબાજી પોલિસની કામગીરી પર અનેકો સવાલો ઉભા થઇ રહ્યા છે. ટ્રકમાં ઝડપાયેલા વિદેશી દારૂની કિંમત ૨૪૩૭૪૨/- છે તો ટ્રક ની કિંમત ૨૦૦૦૦૦ લાખ સાથે એક મોબાઈલ ૧૦૦૦૦/- કબજે લેતા કુલ મુદ્દા માલ ૪૫૩૭૪૨ કબજે કરતા વધુ આગળ ની તપાસ હાથ ધરી હતી.ગુજરાત અને રાજસ્થાનના સરહદે આવેલું અંબાજી ગુજરાતમાં આવેલું છે. રાજસ્થાનથી ગુજરાતમાં અવેધ રીતે અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર કર્તય કરવા માં આવતા હોય છે. ગુજરાતમાં દારૂબંદી છે જેના લીધે રાજસ્થાનથી ગેરકાયદેસર વિદેશી દારુઓ ની હેરા ફેરી થતી હોય છે. રાજસ્થાનથી અંબાજી ગુજરાતમાં પ્રવેશતા છાપરી ચેક પોસ્ટ અને બીજી જાંબુડી ચેકપોસ્ટ આવેલી છે. આ બને ચેકપોસ્ટ પર અંબાજીના પોલીસ જવાનો ફરજ બજાવતા હોય છે. ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસકર્મીઓ ના ઠીલાઈના લીધે આજે પાલનપુર એલસીબી પાલનપુર દ્વારા જાંબુડી ચેકપોસ્ટથી વિદેશી દારૂનો મીની ટ્રક ઝડપી પાડ્યો છે. દાંતા તાલુકામાં સતત પાલનપુર એલસીબીનો ફરજ પ્રતિનો કાર્ય ખુબજ સરાહનીય છે.


