ગિરગઢડા
ભરત ગંગદેવ
ભારતદેશ આઝાદ થયા ને 75 વર્ષ થયા હોય, આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઇ મોદીજી ના અભિયાન સાથે સમગ્ર દેશમાં ” આઝાદી કા અમૃત મહોત્સવ ” ઉજવાય રહ્યો છે એ નિમિતે ખાંભા તાલુકા યુવા ભા જ પ દ્વારા તિરંગા યાત્રા નું ભવ્ય આયોજન કરવામાં આવેલ શહીદો ને સલામ કરવા અને ભારતમાતા ને વંદન કરવા આ તિરંગાયાત્રા નું આયોજન કરવામાં આવેલ આ યાત્રામાં સાંસદ નારણભાઈ કાછડીયા ધારાસભ્ય જેવી કાકડિયા સમિતિના ચેરમેન કાળુભાઈ ફી ડોળીયા અરવિંદભાઈ ચાવડા આનંદ ભટ્ટ ધ્રુવભાઈ જોશી પીન્ટુ ગૌસ્વામી હમીરભાઇ ખાટરીયા મુકેશભાઈ માંગરોળીયા ભીખાભાઈ સરવૈયા પ્રભારીશ્રી દિલીપભાઈ જોશી આશા વર્કરો આંગણવાડી વર્કરો તાલુકાભરમાંથી પધારેલા સરપંચો સભ્યો યુવાનો વિદ્યાર્થી ભાઈ બહેનો રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનો કાર્યકરો ખાંભા ના આગેવાનો પત્રકારો તેમજ ગ્રામજનો મોટી સંખ્યા માં યાત્રામાં જોડાયાં હતા …. ……. ખાંભા ની આનંદ સોસાયટીમાંથી પ્રસ્થાન થયેલ આ તિરંગા યાત્રા ખાંભા ની મેન બજાર ભગવતી પરા માંથી પસાર થાય આનંદ સોસાયટીમાં પૂર્ણ થયેલ


