ગિરગઢડા
ભરત ગંગદેવ
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનું હર્ષોલ્લાસ સાથે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે ગીર-સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા તીરંગા સાથે માર્ચપાસ્ટ યોજાઇ હતી.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન પ્રત્યેક સ્થળ પર તિરંગો ફરકાવવા દેશના નાગરીકોને અપીલ કરીને ‘હર ઘર તિરંગા’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતના તમામ નાગરિકોને આ અભિયાનમાં જોડાવવા આહ્વાન કર્યું છે. જેના ભાગરૂપે આજે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી થી ટાવર ચોક સુધી ગીર સોમનાથ પોલીસ દ્વારા ત્રિરંગા સાથે માર્ચપાસ્ટ યોજાઇ હતી.તેમા મુસ્લિમ સમાજના પટેલો તેમજ આગેવાનો પણ જોડાયા હતા.


