રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ શેઠ.એમ.આર હાઇસ્કુલ ખાતેથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ.આ યાત્રા કઠલાલ શેઠ.એમ.આર હાઇસ્કુલ થી નીકળી સમગ્ર કઠલાલ નગરમાં તિરંગા સાથે ફરી હતી.આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા અને યાત્રામાં જોડાયા હતા.કઠલાલ નગરપાલિકા સભ્યો અને કઠલાલ શહેર ભાજપ સંગઠન તેમજ શેઠ.એમ.આર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને એનસીસી વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન ક્લબ સભ્યો તેમજ કઠલાલ ગામના નાગરિકો સહિત ૩,૦૦૦ થી વધુ સંખ્યામાં નાગરિકો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ વંદે માતરમ નાદ થી ગુંજી ઉઠ્યું હતુ.


