રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
રંગોળી દ્વારા જન જાગૃતિ માટે વાલ્લા પ્રાથમિક શાળા રાજ્યભરમાં જાણીતી છે.શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટ શૈક્ષણિક સામાજિક ક્ષેત્રે અનેકવિધ નવતર પ્રયોગ કરી રહ્યા છે હાલ તેઓએ ઘરઘર તિરંગા વિષય પર ૧૧૧ ચોરસ ફૂટની વિશાળ 3 D રંગોળી દ્વારા દેશભક્તિ પ્રેરક સંદેશ આપ્યો છે જેમાં શાળાની વિદ્યાર્થીનીઓ પણ જોડાઈ હતી..
જેમાં વિવિધ ઘર નિવાસ પર તિરંગા લહેરાતા દેખાય છે.એક દીકરોમોટો તિરંગો લઈને દોડતા ફરમાવતા નજરે પડે છે..આઝાદીના અમૃત મહોત્સવનું પ્રતિક પણ સોનેરી રંગમાં ઝગમગ છે..નડિયાદના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.આર.પરમારે ખાસ મુલાકાત લઈને શાળાને હાર્દિક અભિનંદન આપ્યા હતા.સરપંચ અશ્વીનભાઈ વાળંદ, ઉપ સરપંચ અશોકભાઈ પરમાર, તલાટી પ્રજ્ઞાબેન વૈષ્ણવ,રામજીમંદિરના મહંત ભગવાનદાસજી મહારાજ,આચાર્ય જયપાલસિંહ ઝાલા,દૂધ મંડળીના વિપુલભાઈ પટેલ, ભાવેશભાઇ વાળંદ, પંચાયતના સભ્યો તથા એસ એમ સી સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી આ 3 D રંગોળી જોઈને પ્રેરણા પામ્યા હતા.


