*ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધનમાધવસિંહ સોલંકી રાજ્યમાં 4 વખત મુખ્યમંત્રી બન્યા હતાપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના નામે વિધાનસભામાં 149 બેઠક જીતવાનો રેકોર્ડ છે.માધવસિંહ સોલંકીએ ગુજરાત સમાચારમાં નોકરી કરી હતીમાધવસિંહ સોલંકીએ પત્રકાર તરીકે પણ કામ કર્યું છે.1973-1975-1982-1985માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા
*હતા.માઘવસિંહ સોલંકી પોતાની ખામ થિયેરીને લઇને પ્રખ્યાત હતા. ખામ થિયેરીના આધારે વિધાનસભામાં સૌથી વધુ બેઠક મેળવી હતી.માધવસિંહ સોલંકીના સરકારના સમયગાળામાં SEBC અનામતની શરુઆત થઇ હતી. 94 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કોંગ્રેસ સરકારના તેઓ વરિષ્ઠ નેતા હતા. તેમના નિધનથી કોંગ્રેસને મોટી ખોટ પડી છે.
*રાષ્ટ્રીય કક્ષાએ પણ તેમનું મહાત્મય હતું. તેમના સમયમાં ગુજરાતમાં કોંગ્રેસનો સુવર્ણકાળ હતો. તેઓ એવા નેતા હતા, જેઓ હંમેશા પક્ષ અને તમામ સાથી નેતાઓને સાથે લઈને ચાલતા હતા. માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસને ગુજરાતમાં સૌથી વધુ બેઠક મળી હતી. તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે. સાથે જ તેઓ દેશના પૂર્વ વિદેશમંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ ગુજરાતના સાતમા મુખ્યમંત્રી હતા, અને ચારવાર મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા હતા. માધવસિંહ સોલંકી ‘ખામ થિયરી’થી જાણીતા થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યો છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીએ પણ શ્રદ્ધાંજલિ આપી.
