*જૂનાગઢ શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલ રાધાનગર સોસાયટીમાં રહેતા અને માંગનાથ રોડ ઉપર લેડીઝ ગારમેન્ટનો વ્યવસાય કરતા સિંધી વેપારીના ઘરે વહેલી સવારે ચાર વાગ્યે ક્રાઇમ બ્રાન્ચના માણસો હોવાની ઓળખ આપી, પૂછપરછ માટે 10 મિનિટ લઈ જવાનું જણાવી, વેપારી રોશનભાઈ હરેશભાઇ ખાનવાણી સિંધીના ભાઈ નિમેષ હરેશભાઇ ખાનવાણી સિંધી ઉવ. 21 નું અપહરણ કરી, લઈ જઈ, રૂ. 10,00,000/- (દસ લાખ)ની ખંડણી માંગતા, જૂનાગઢ પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવતા, સિંધી વેપારીને અપહારણકારોની ચુંગાલમાંથી છોડાવેલ હતો. પણ આરોપીઓ નાસી ગયા હતા.
*તાજેતરમાં ભવનાથ પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમ દ્વારા એક સગીરને રીમાન્ડ હોમ મોકલી આપેલ અને આરોપી ભાયો ઉર્ફે ભાવેશ આલાભાઈ બઢ જાતે રબારી ઉવ. 23 રહે. ઢાંક ગામ, દિલીપ મિલ પાસે તા. ઉપલેટા જી. રાજકોટને પકડી પાડી, ધરપકડ કરી, દિન 02 ના પોલીસ રીમાન્ડ ઉપર મેળવવામાં આવેલ. જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ શહરમાંથી અપહરણ થયેલ ભવનાથ વિસ્તારના નિમેષ હરેશભાઇ સિંધીની તપાસ બનાવની ગંભીરતા આધારે તેમજ આ પ્રકારના બનાવમાં સંડોવાયેલ તમામ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ ટીમને સુચનાઓ કરવામાં આવેલ હતી.


