Delhi

ડાયરેક્ટરએ નવી દયાબેનના દાવાને લઈને કર્યો આ ખુલાસો

નવીદિલ્હી
તારક મહેતા કા ઉલટા ચશ્મામાં નવી દયાબેન કોણ હશે તેને લઈને અનેક અંદાજ લગાવવામાં આવી રહ્યાં છે. દિશા વાંકાણીએ આ શોમાં આઈકોનિક પાત્ર ભજવ્યુ છે. જેને ઘર ઘરમાં પસંદ કરવામાં આવ્યુ છે, આ પાત્રએ લોકોનુ દિલ જીતી લુધું છે. તેમની ડાયલોગ બોલવાની સ્ટાઈલથી લઈને ગુજરાતી બોલવાનો અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. પરંતુ તેમના શો છોડ્યા બાદ લોકોને ઝટકો લાગ્યો છે. લોકો રોજ દયાભાભીની વાપસીની આશાએ બેસ્યા છે. આ વચ્ચે નવી દયા કોણ બનશે તેના પણ અનેક નામ સામે આવ્યા છે. આ વચ્ચે નવી દયાનુ નામ આવ્યુ છે. એક્ટ્રેસ કાજલ પિસલને નવી દયાભાભીનો રોલ મળ્યો છે તેવુ ચર્ચાઈ રહ્યુ છે. પરંતુ તે પહેલા ડાયરેક્ટર અસિત મોદીએ નવો ખુલાસો કર્યો છે. દિશા વાંકાણી શોમાં અચાનક મેટરનિટી લિવ લઈને ગાયબ થયા ત્યારથી ફરી એન્ટ્રી કરી નથી. ત્યારે હવે કાજલ પિસલ નવી દયાબેન બનીને સામે આવે તેવુ ચર્ચાઈ રહ્યું છે. કાજલે ‘ર્સિફ તુમ’ શોમાં કામ કર્યુ છે. કહેવાય છે કે, શોના મેકર્સ કાજલને દયાબેન બનાવવા માટે સાઈન કરી લીધા છે. પરંતુ અત્યાર સુધી ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ નથી. જાેકે, પ્રોડ્યુસર અસિત મોદીએ આ અફવાઓને નકારી કાઢી છે. અસિત કુમાર મોદીએ કાજલ પિસલના સમાચાર વિશે કહ્યું કે, આ ખબરમાં કોઈ હકીકત નથી. મને ખબર નથી કે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે. કાજલ પિસલ કોણ છે તે પણ મને ખબર નથી. હુ તો તેને ક્યારેય મળ્યો પણ નથી. પહેલા પણ અનેક એક્ટ્રેસના નામ સામે આવ્યા છે. જેના વિશે મને કોઈ ખબર નથી. અસિતે દયાબેનની વાપસી પર કહ્યુ કે, અત્યાર સુધી કંઈ ફાઈનલ થયુ નથી. નવા દયાબેન માટે ઓડિશન ચાલી રહ્યાં છે, પરંતુ કોઈ એક્ટ્રેસને ફાઈનલ કરવામાં આવ્યા નથી. દયા માટે કાસ્ટિંગ થઈ જશે તો હકીકત આપોઆપ સામે આવી જશે. અમે ત્યારે જ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરીશું.

File-01-Page-35.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *