Delhi

કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ હજુ વેન્ટિલેટર પર, તબીયતમાં કોઈ સુધાર નથી

નવીદિલ્હી
ટીવીના જાણીતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ આ સમયે કાર્ડિયક અરેસ્ટને કારણે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે રાજૂ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યમાં વધુ સુધાર થતો જાેવા મળી રહ્યો નથી. હાલ તેને આઈસીયૂ વોર્ડમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું છે, ડોક્ટરો સતત કોમોડિયનના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યાં છે. પરંતુ પાછલા દિવસોમાં આવેલા સમાચાર પ્રમાણે તેની તબીયતમાં થોડો સુધાર જાેવા મળ્યો હતો. એક માહિતી પ્રમાણે કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવની તબીયતમાં કોઈ સુધાર જાેવા મળ્યો નથી. તે હજુ વેન્ટિલેટર પર છે. કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવને લઈને સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારની અફવાઓ ઉડી રહી છે. જેને લઈને તેમના બિઝનેસ મેનેજરે સત્તાવાર સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. મેનેજરે ફેન્સને કહ્યું હતું કે, કોમેડિયનના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે. રાજૂના ભાઈ કાજૂ શ્રીવાસ્તવના સાળા પ્રશાંતે જાણકારી આપી કે એમ્સમાં પરિવારના બધા લોકો ઉપસ્થિત છે. રાજૂ ભાઈની કાલે જે સ્થિતિ હતી તેવી સ્થિતિ આજે છે. કાલે તેમના સ્વાસ્થ્યમાં થોડો સુધાર થયો તેમ ડોક્ટરોએ જણાવ્યું હતું. આજે સવારે પરિવારના લોકો ગુરૂદ્વારામાં રાજૂ જી માટે વાહેગુરૂને પ્રાર્થના કરવા ગયા હતા. બધા લોકો એમ્સમાં ભગવાનને યાદ કરે છે. દેશના લાખો લોકો તેમના સારા સ્વાસ્થ્ય માટે કામના કરી રહ્યાં છે તો અમે પણ ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યાં છીએ. નોંધનીય છે કે રાજૂ શ્રીવાસ્તવને ૧૦ ઓગસ્ટે દિલ્હીમાં જિમમાં વર્કઆઉટ કરવા દરમિયાન એટેક આવ્યો હતો. ત્યારબાદ કોમેડિયનને તત્કાલ દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના સ્વાસ્થ્યની જાણકારી મળ્યા બાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈને પ્રધાનમંત્રી મોદીએ પણ તેમના પરિવાર સાથે વાત કરી મદદનું આશ્વાસન આપ્યું હતું.

File-01-Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *