મધ્યપ્રદેશ
મધ્ય પ્રદેશના દામોહ જિલ્લાના પાથરિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મિરઝાપુર ગામમાં એક પત્નીએ તેના બોયફ્રેન્ડ સાથે મળીને પતિને દર્દનાક મોત આપ્યું હતું. તેણે પતિનું ગળું કાપી નાખ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે આરોપી બોયફ્રેન્ડ મૃતકનો નજીકનો મિત્ર હતો. આ સાથે જ ચોંકાવનારી વાત એ પણ છે કે પત્ની પતિના ગુમ થયાની ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન ગઈ હતી. પરંતુ પોલીસે મોબાઇલ કોલિંગ ટ્રેસ કરતાં હત્યાનો સમગ્ર ભેદ ખૂલ્યો હતો. મહિલા અને તેના બોયફ્રેન્ડે ગુનો કબુલી લીધો છે. પોલીસે બંનેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા હતા.
