Gujarat

ગાંધીનગરમાં ઓવરબ્રિજ નીચેની ગટર લાઈનના સમારકામથી શહેરમાં ભૂવા પડવાની શરૂઆત

ગાંધીનગર
ગાંધીનગર માટે ભારે મુશ્કેલી ભર્યો રહેવાનો છે. એસ. જી. હાઇવે પર આવેલા તારાપુર પાસેના ઓવરબ્રિજ નીચેથી પસાર થતી ગટર લાઈનનું સમારકામ ચાલી રહ્યું હોવાથી સરગાસણ સ્થિત સિવરેજ પમ્પિંગ સ્ટેશન પર પમ્પિંગ બંધ રાખવાની ફરજ પડી છે. જેનાં કારણે ઓવરફ્લોની સમસ્યા સર્જાતા ચ-૦થી ઘ-૦ રોડ પર મોટો ભૂવો પડતાં એક બાઈક ચાલક ખાડામાં ગરકાવ થતાં થતાં રહી ગયો હતો. જ્યારે ઘ-૪ના અંડરબ્રિજની ગટરમાંથી પણ દૂષિત પાણી બેક મારવા લાગતાં વાહનચાલકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. ગાંધીનગરમાં આજ સવારથી જ માર્ગો પર ભૂવા પડવાની સાથોસાથ ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાઇ છે. જેનાં કારણે નગરજનો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવા મજબૂર બન્યા છે. આજે સવારના સમયે ચ-૦થી ઘ-૦ તરફ જવાના રોડ પર અચાનક જ નવીન બનેલો રોડ બેસી ગયો હતો. આ વાતથી અજાણ એક બુલેટ ચાલક અહીંથી પસાર થતાં અચાનક રોડ નીચે સરકી ગયો હતો. જેનાં કારણે બુલેટ ચાલકે કાબુ ગુમાવી દેતા થોડેક આગળ જઈને તે નીચે પડ્યો હતો. આ દ્રશ્ય જાેઈને અન્ય રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. અને રોડ પર ભૂવો પડવાની તૈયારી હોય અન્ય વાહન ચાલક ભોગ ન બને તે માટે ઝાડની ડાળીઓ લગાવવા લાગી ગયા હતા. જાેકે, જાેત જાેતામાં અચાનક મસમોટો ભૂવો પડવા રાહદારીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. બીજી તરફ આજ સવારથી ઘ-૪ અંડરબ્રિજની ગટરોમાંથી દૂષિત પાણી બેક મારવા લાગ્યા હતા. આ અંડરબ્રિજ નિર્માણ થયો ત્યારથી વિવાદોમાં સપડાયો છે. બાંધકામથી માંડીને તેના મજબૂતીકરણ સામે અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. એવામાં આજ સવારથી ગટરના દૂષિત પાણી ફરી વળતા માથું ફાડી નાખે એવી દુર્ગંધ પ્રસરી જવા પામી છે. તો શાહપુર રોડ પર પણ આજે સવારે અજાણ્યા વાહનની ટક્કરથી એક ભેંસનું સ્થળ પર મોત નીપજ્યું છે. જેનાં કારણે પણ અહીં સવારથી ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા. શહેરને રખડતા ઢોરોએ બાનમાં લઈ લીધું હોવા છતાં કોર્પોરેશન તંત્ર આંખ આડા કાન કરીને જીવલેણ દુર્ઘટના સર્જાય એની રાહ જાેઇને બેઠું હોય એવો ઘાટ ઘડાયો છે. ગાંધીનગરમાં ભુવા પડવાની સમસ્યા સર્જાતા સ્ટેન્ડીંગ ચેરમેન જશવંતભાઈ પટેલ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ તાબડતોબ ચ-૦ દોડી આવ્યા હતા. આ અંગે સ્ટેન્ડીંગ ચેરમેન જસવંત પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગરથી અમદાવાદ જતા રસ્તા પર એસ. જી. હાઇવે પર આવેલી તારાપુર ચોકડી ખાતે ઓવરબ્રિજ નીચેની ગટરલાઇનનું રિપેરીંગ નેશનલ હાઇવે ડિવિઝન માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ કામગીરીને લીધે સરગાસણ સ્થિત સિવરેજ પમ્પિંગ સ્ટેશન પર પમ્પિંગ બંધ રાખવાની જરૂર પડી છે. જેના કારણે ઓવરફ્લોના લીધે ગાંધીનગર શહેરના અમુક વિસ્તારો / સ્થાનો તેમજ અંડરપાસ પર ગટર ઉભરાવાની કે ગટરનું પાણી બેક મારવાની સ્થિતિ ઉદ્ભવી છે. આ સમારકામના કારણે ગાંધીનગર શહેરની ગટરની હયાત લાઈનમાં પ્રેશર ઉદ્દભવવાનાં લીધે પાણી બેક મારવાની શક્યતા વર્તાઈ રહી છે. જેનાં કારણે અમુક સ્થાનો પર ભૂવા પડવાની શક્યતાઓ છે. આવા તમામ સ્થાનો પર તંત્ર દ્વારા બેરિકેટિંગ કરવામાં આવેલ છે. આવા બેરીકેટિંગ કરેલા સ્થાનો પર નાગરિકોની સલામતીને ધ્યાને લઇને બેરીકેટિંગ હટાવીને રાહદારીઓને કે વાહનચાલકોને આગળ ન વધવા વિનંતી પણ તેમણે કરી છે. ઉલ્લેખનીય છે કે, સમારકામ કરવાનું હતું છતાં તંત્ર દ્વારા અગાઉથી નગરજનોને સાવચેત કરવામાં આવ્યા નહોતા. આજ સવારથી ભૂવા પડવાની સાથે ગટર ઉભરાવાવની સમસ્યા સર્જાતા રહી રહીને તંત્ર દ્વારા તકેદારી રાખવાની સલાહ આપી ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું પણ નકારી શકાય એમ નથી.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *