ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ તથા બોડેલી સર્કલનાં પો.ઈન્સ. એસ.બી.વસાવા નાઓના સંકલનમા રહી જીલ્લામાં ચાલતી ગે.કા. પ્રોહીબિશન/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે આજરોજ નસવાડી પો.સ.ઇ. સી.ડી.પટેલ નાઓ પોલીસ સ્ટાફ સાથે સરકારી વાહનમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે બાતમી હકિકત આધારે વહેલી સવારના સ્તનપુરા કડવા નર્મદા મેઇન કેનાલથી પીછો કરી કવાંટ તરફથી આવતી એક હુન્ડાઇ કંપનીની લાલ કલરની ઉપર કાળા પટ્ટા વાળી CRETĀ ગાડી નંબર GJ 05 RG 1101 નો પીછો કરી નસવાડી ટાઉનમાં કન્યાદાન ત્રણ રસ્તા પાસે રોડ ઉપર આડ કરી ગાડીના ચાલકને કુલ કિંમત રૂપીયા ૧૦,૯૪,૦૦૦/ મુદ્દામાલ સાથે પકડી પાડી નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી સહ આરોપીઓને પકડી પાડવા સારૂ ચક્રગતીમાન કરવામાં આવેલ છે. .
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર