દેશની આઝાદિના 75 વર્ષની ઉજવણી એટલેકે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજે દેશભરમાં પ્રધામંત્રીના ઘર ઘર તિરંગા..હર ઘર તિરંગા મુહિમના આહવાનને લઈ તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે ત્યારે છોટાઉદેપુર નગરના મુસ્લિમ સમાજ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી,હિન્દૂ મુસ્લિમ એકતાના પ્રખર હિમાયતી અને ઘરે ઘરે ગાય પાળવાના ઉપદેશક મોટા મિયા માંગરોળના ગાદીપતિ સૂફી સંત હઝરત નિઝામુદ્દીન બાવા સાહેબનો આજે ઉર્સ પણ છે ત્યારે તેઓના વંશજ રફીકબાવા પણ આ તિરંગાક યાત્રામાં વિશેષ જોડાયા હતા,150 થી વધુ બાઈક સાથે મુસ્લિમ સમાજના યુવા સહિતના લોકો આ યાત્રામાં હાથમાં તિરંગા સાથે નીકળ્યા હતા, યાત્રા દરમિયાન મેઘરાજા એ પણ મહેર વરસાવી હતી અને વરસતા વરસાદમાં હાથમાં તિરંગા સાથે આ યાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર