Delhi

નોઈડામાં કારને રીક્ષા અથડાતા કારચાલક મહિલાએ રીક્ષાચાલકને મારમાર્યો

નોઇડા
નોઈડાના ફેઝ ૈંૈં કોતવાલી વિસ્તારના સેક્ટર-૧૧૦ સ્થિત માર્કેટમાં જ્યારે ઈ-રિક્ષાની કાર સહેજ સાઈડથી અથડાઈ ત્યારે ઈ-રિક્ષા ચાલકને ર્નિદયતાથી મારનાર મહિલાની કોતવાલી પોલીસે ધરપકડ કરી છે. આરોપી મહિલાની ઓળખ કોતવાલી વિસ્તારના શ્રમિક કુંજની કિરણ સિંહ તરીકે થઈ છે. ગુસ્સે ભરાયેલી મહિલાએ ઈ-રિક્ષા ચાલકને રોક્યો, પછી શર્ટ પકડીને કારની નજીક લઈ આવી અને પછી થપ્પડ મારવા લાગી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મહિલાએ ૯૦ સેકન્ડમાં જ જાહેરમાં ઈ-રિક્ષા ડ્રાઈવરને ૧૭ વાર થપ્પડ મારી હતી. ત્યાં ઘણા લોકો હાજર હતા. પરંતુ કોઈએ મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. આ દરમિયાન ઈ-રિક્ષા ચાલક મહિલા સામે કંઈ બોલતો નથી. બસ માર ખાતો રહે છે. તો, કેટલાક લોકો તેનો વીડિયો બનાવતા જાેવા મળ્યા હતા. અહીં હાજર કોઈએ આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે હવે વાયરલ થયો છે આ ઘટના બાદ સેક્ટર-૮૨માં રહેતા ઈ-રિક્ષા ચાલક મિથુન ચૌધરીએ સંબંધિત કોતવાલી પોલીસને આ અંગે ફરિયાદ કરી છે. શનિવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરતી વખતે, નોઈડા પોલીસે કહ્યું કે ૧૨.૦૮.૨૦૨૨ના રોજ, એક મહિલાનો ઈ-રિક્ષા ડ્રાઈવર પર હુમલો કરવાનો વીડિયો ટિ્‌વટર, સોશિયલ સાઈટ પર વાયરલ થયો હતો. જેના સંબંધમાં મહિલા આરોપી કિરણ સિંહ પત્ની કાન્તા પ્રસાદ રહે પોલીસ સ્ટેશન ફેઝ-૨, સ્.દ્ગ ૧૩૭મ્, શેરી નંબર-૬, મધુ નગર ચોક, પોલીસ સ્ટેશન, મધુનગર, જિલ્લો આગ્રા, હાલનું સરનામું, ફ્લેટ નંબર ૧૩૭ છ, શ્રમિક કુઝ, સેક્ટર ૧૧૦, પોલીસ સ્ટેશન ફેઝ ૨, નોઈડા, એનસીઆર નંબર ૦-૭૯. /૨૨ કલમ ૩૨૩/૫૦૪ નોંધવામાં આવી છે અને આજે શ્રમિક કુજ એસમાંથી આ મહિલાની ધરપકડ કરતી વખતે ૧૫૧/૧૦૭/૧૧૬ ઝ્રિઁઝ્ર હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *