નોઇડા
વાયરલ વીડિયોમાં એક ઘરનો દરવાજાે દેખાઈ રહ્યો છે. મુખ્ય દરવાજાની બહાર એક ઓટલો છે, જેની નીચે એક કોબ્રા સાપ જતો જાેવા મળે છે. પછી એક નાનું બાળક તેની માતા સાથે ઘરની બહાર જાય છે. બાળક માતાથી થોડા ડગલાં આગળ ચાલતો જાેવા મળે છે. તે અચાનક ઓટલા પરથી નીચે ઉતરે છે અને તેનો પગ સીધો સાપ પર પડે છે, જેના કારણે સાપ સતર્ક થઈ જાય છે અને ફેણ ઊંચકીને ડંખ મારવા તૈયાર થઈ જાય છે. ત્યારે જ માતાની નજર તેના પર પડે છે. માસૂમ બાળક સમજી શકતો નથી કે તે સાપ કેટલો ખતરનાક છે, તેથી તે તેની સામે દોડવા જાય છે, પરંતુ તેની માતા તુરંત તેને પકડીને સાપથી દૂર ખેંચે છે. આ પછી સાપ ત્યાંથી જતો જાેવા મળે છે.સાપ કેટલા ખતરનાક હોઈ શકે તે વિશે કહેવાની જરૂર નથી. સાપનો એક ડંખ વ્યક્તિને એક ક્ષણમાં મૃત્યુ આપી શકે છે. ઘણા લોકોને સાપ કરડ્યો હશે છે અને એવા બહુ ભાગ્યશાળી લોકો હશે જે બચી ગયા હશે, પરંતુ જાે કોઈ પોતાની માતા સાથે હોય તો તેનો જીવ ચોક્કસ બચી જાય છે કારણ કે માતા પોતાના બાળક માટે કોઈપણ ખતરનાક જીવ સાથે લડવા તૈયાર થઈ છે. હાલમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક માતા પોતાના બાળકને કોબ્રા સાપથી બચાવતી જાેવા મળે ર્છ તમે જાણતા જ હશો કે સૌથી ઝેરી સાપની યાદીમાં કોબ્રાને સૌથી ખતરનાક માનવામાં આવે છે. હવે જાે કોઈની સામે કોબ્રા આવે તો તેની હાલત કફોડી થઈ જાય છે, પરંતુ અમે જે વીડિયોની વાત કરી રહ્યા છીએ તેમાં માતાએ ખૂબ જ સમજણ પૂર્વક અને સમયસર કામ કર્યું અને પોતાના બાળકનો જીવ બચાવ્યો.
