સુરત
પર્વત પાટિયા સુભાષનગર પાસે ચાની કિટલીવાળી જગ્યા પર મુખ્ય સૂત્રધાર જીતુ રાવલ આંકડાનો જુગારનો અડ્ડો રમાડતો હતો. આ અંગેની બાતમી વિજીલન્સને મળતા શુકવારે જુગારના અડ્ડા પર રેડ કરી હતી. વિજીલન્સની રેડ પડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. આંકડામાં લાખોનો જુગાર ચાલતો હતો અને જુગારીઓને જીતુ રાવલના પન્ટરો તમામ સવલતો આપતા હતા.પુણા પોલીસ ઊંઘતી રહીને ગાંધીનગરની વિજીલન્સની ટીમે પર્વત પાટીયામાં ચાલતા જીતુ રાવલના આંકડાના જુગાર પર દરોડા પાડયા હતા. દરમિયાન ત્યાંથી વિજીલન્સની ટીમે ૨૧ જુગારીઓને પકડી પાડી ૧૮ મોબાઇલ, ૭ બાઇકો તેમજ રોકડ સહિત ૩.૪૧ લાખનો મુદામાલ કબજે કર્યો હતો. આંકડાનો જુગાર છેલ્લા ૩-૪ મહિનાથી ચાલતો હતો. છતાં પુણા પોલીસે કાર્યવાહી કેમ ન કરી તે તપાસનો વિષય છે.
