લાલપુર તાલુકાના પડાણા ગામે ખારી વિસ્તારમાં રહેતા મયુરભાઈ ખેરાભાઈ વારસાકિયા (ઉ.વ.૨૨) નામના યુવાને ગત તા.૩૦ના રોજ ઝેરી પી જતાં ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તા.૫ના રોજ તેનું મૃત્યુ નિપજ્યું હતું. મેઘપર પોલીસને જાણ કરાતા વધુ તપાસ હાથ ધરાઈ છે. મૃતકે બીમારીથી ત્રસ્ત બની પગલું ભર્યાનું જાણવા મળ્યું છે.
