રાજકોટ શહેરમાં રહેતા વિજય નટવરભાઈ ચૌહાણે ક્રાઇમ બ્રાન્ચમાં પોતાની સાથે લોનના નામે ઠગાઈ થઇ હોવાની ફરિયાદ નોંધાવતા રાજકોટ D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એમ.વી.રબારી અને તેમની ટીમે બાતમી આધારે નાના મૌવા રોડ ક્રિષ્ના પ્લાઝા કોમ્પ્લેક્ષ પ્રથમ માળે દરોડો પાડી સ્મોલ ફાઇનાન્સ નામે ૧૧૦% લોન અપાવાવની કામગીરી કરતા રાજકોટના પ્રતીક ઉર્ફ જીગ્નેશ મહેશભાઈ પરમાર જાતે.રાજપુત ઉ.૩૪, રેલનગરના રવિ મહેશભાઈ પરમાર જાતે.રાજપુત ઉ.૩૨, મોરબી રોડ પર રહેતા મહેન્દ્ર કૂકાભાઈ કુમાવત જાતે.મારવાડી ઉ.૩૦ ને દબોચી લીધા હતા.
તેઓની પૂછતાછમાં સુરત રહેતા મુખ્ય સૂત્રધાર શૈલેષ ઉર્ફે સાન જેન્તીલાલ પીઠડિયા રહે. દેવ આશિષ સોસાયટી બ્લોકનં.૫૯ સુરત. નામ ખુલતા તેને પણ દબોચી લઇ ઊંડાણપૂર્વક પૂછતાછ કરતા ફરિયાદી વિજયભાઈના મોબાઇલમાંથી સિમ્પલી કેસ નામની એપ્લિકેશનમાંથી દોઢ લાખની લોન મંજુર કરાવી ૫૮૪૨ ચાર્જ પેટે અને બાદમાં તેમના ફોનમાં નેટ બેન્કિંગ ચાલુ કરાવી. ૩૬,૦૦૦ ઉપાડી લીધા હતા. તેવી જ રીતે જયશ્રીબેન સાથે ૨૫,૦૦૦ ની અને અશોકભાઈ સાથે ૩૫,૦૦૦ ની ઠગાઈ કરી હોવાનું જાણવા મળ્યું છે.
