Bihar

બિહારમાં નીતિશકુમારની નવી સરકારનું કેબિનેટનું વિસ્તરણ થયું

બિહાર
બિહારમાં ભાજપ-જેડીયુની સરકાર તૂટી અને હવે જેડીયુ-આરજેડીની નવી સરકાર બની ગઈ. આજે નવી સરકારની કેબિનેટનું વિસ્તરણ થયું. જેમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીનો દબદબો જાેવા મળ્યો. પટણા ખાતે રાજભવનમાં શપથગ્રહણ સમારોહ યોજાયો. બિહાર કેબિનેટના વિસ્તરણ પર આરજેડી સાંસદ મનોજ ઝાએ કહ્યું કે આરજેડીના દરેક વિધાયક, દરેક કાર્યકર આ કેબિનેટનો ભાગ છે, ભલે તેમનું નામ આ કેબિનેટમાં ન હોય. એટલું નક્કી છે કે બધાની ભાગીદારી છે. સંપૂર્ણ કેબિનેટમાં દરેક જાતિ, દરેક વિસ્તારનું ધ્યાન રખાયું છે. આજે મંત્રીમંડળનું જે વિસ્તરણ થયું તેમાં મહાગઠબંધનના વિભિન્ન ઘટકોમાંથી લગભગ ૩૧ સભ્યોને સામેલ કરાયા છે. ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવના ભાઈ અને લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવે મંત્રીપદના શપથ લીધા. કુલ ૩૧ મંત્રીઓએ શપથ લીધા. કોંગ્રેસના ૨, હમના ૧ આરજેડીના ૧૬, જેડીયુના ૧૧ તથા એક અપક્ષ ધારાસભ્યએ મંત્રીપદના શપથ લીધા. નીતિશકુમાર અને તેજસ્વી યાદવની ટીમમાં ૫ મુસ્લિમ, ઓબીસી/ઈબીસીના ૧૭, સવર્ણ જાતિમાંથી ૬, એસસીમાંથી ૫ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે. જનતા દળ યુનાઈટેડના વિજય ચૌધરી, વિજેન્દ્ર યાદવ, અશોક ચૌધરી (એસએલસી), શ્રવણકુમાર, સંજય ઝા- (એમએલસી), લેસી સિંહ, જમા ખાન, જયંત રાજ, સુનીલ કુમાર, મદન સહની, ફુલપરાસને મંત્રી બનાવવામાં આવ્યા છે. જ્યારે આરજેડીમાંથી તેજ પ્રતાપ યાદવ, આલોક મહેતા, અનિતા દેવી, કુમાર સર્વજીત, સમીરકુમાર મહાસેઠ, મોહમ્મદ શાહનવાઝ, ચંદ્રશેખર, રામાનંદ યાદવ, સુરેન્દ્ર યાદવ, કાર્તિકેય માસ્ટર, ઈસરાઈલ મંસૂરી, શમીમ અહમદ, સુરેન્દ્ર રામ, સુધાકર સિંહ, લલિત યાદવ અને જિતેન્દ્ર રાય મંત્રી બન્યા છે.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *