Gujarat

ડભોઈમાં વડોદરા જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વ ઉજવાયો

વડોદરા
ડભોઇ ખાતે ૭૬ માં સ્વતંત્રતા પર્વ પ્રસંગે ત્રિરંગો રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને, ભારત માતાની આન, બાન અને શાન સમા ત્રિરંગાને આદર સલામી આપી હતી. વડોદરા શહેર જિલ્લાના લોકોને આઝાદી પર્વની શુભકામનાઓ પાઠવી હતી. ડભોઈને ઐતિહાસિક પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેવી જાણકારી આપતા તેમણે ઉમેર્યું કે વડોદરા જિલ્લામાં ધાર્મિક ઐતિહાસિક સ્થળોમાં પ્રવાસન સુવિધાઓના વિકાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ડભોઇને ભક્ત દયારામની નગરી તરીકે ઓળખાવી તેના અમૂલ્ય સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાનો સગર્વ ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન સ્થાનિક ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં મેઘાણી સવા શતાબ્દીના ભાગરૂપે મેઘાણી સાહિત્ય કોર્નરનું લોકાર્પણ કર્યું હતું. મહાનુભાવોએ કોલેજ પ્રાંગણમાં છોડવા રોપ્યા હતા. તેમજ રૂ.૭૧૨ લાખથી વધુ રકમના વિકાસ કામોની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. શહેરમાં મેયર કેયુર રોકડિયા સહિત ભાજપ અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમો તેમજ રેલી યોજાવામાં આવી હતી. શહેર ભાજપ કાર્યલય ખાતે સંબોધનમાં શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે કહ્યું હતું કે આપણે અંગદાનનો સંકલ્પ કરવો જાેઇએ. તેમજ દર વર્ષે ૭૫ લોકો અંગદાન કરે તે માટે પ્રયાસ કરવા જાેઇએ. વડોદરા શહેરમાં વાઘોડિયા રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જાેડાયા હતા. આ દરમિયાન દેશના શહીદોનો યાદ કરતી સત્સંગ સભા પણ યોજવામાં આવી હતી. આ સિવાય શહેરમાં એમ.એસ.યુનિવર્સિટી ખાતે તેમજ શાળા અને કોલેજાેમાં સ્વતંત્રતા પર્વની શાન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પોલીસ કમિશ્નર શમશેરસિંઘ દ્વારા પ્રતાપનગર ખાતે આવેલ પોલીસ હેક્વાટરમાં ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજીત કર્યો હતો. આ દરમિયાન સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોસ્ટ માસ્તર જનરલ કાર્યાલય, વડોદરા ખાતે ધ્વજારોહણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોસ્ટ માસ્તર જનરલ કાર્યાલય, વડોદરા ક્ષેત્રના પોસ્ટ માસ્તર જનરલ પ્રીતિ અગરવાલ તેમજ નિર્દેશક, ડાક સેવા ડૉ. એસ. શિવરામ તેમજ પોસ્ટમાસ્તર જનરલ તેમજ આર.એમ.એસ. કાર્યાલયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત તમામ અધિકારી ગણના સ્વાગત સાથે કરવામાં આવી હતી. પોસ્ટ માસ્તર જનરલ પ્રીતિ અગરવાલે ધ્વજારોહણ કરી ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. સુરત ડિવિઝનના અધિકારીઓ દ્વારા રાત દિવસ એક કરીને તિરંગાઓ ઘર ઘર સુધી પહોંચાડવામાં પોસ્ટ વિભાગનો ફાળો ઘણો અગત્યનો રહ્યો હતો. પોસ્ટ માસ્તર જનરલ કાર્યાલયના સ્ટાફ ગણે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિવિધ પ્રદર્શનો જેમ કે દેશભક્તિ ગીતો તેમજ નૃત્ય પણ કર્યું હતું. કાર્યક્રમના અંતે પ્રીતિ અગરવાલ તેમજ ડૉ. એસ. શિવરામે વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાગૃતિ અંગેનો સંદેશો આપી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.દેશના ૭૬માં સ્વતંત્રતા પર્વની ઉજવણી વડોદરા શહેર તથા જિલ્લામાં ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. જેમાં વડોદરા શહેરમાં મેયર, વિવિધ રાજકીય પક્ષો, મંદિરો, શાળા-કોલેજાે તથા સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમ આયોજી કરવામાં આવ્યા. તો સાથે જ શહેરમાં તિરંગા યાત્રાઓ પણ નિકળી. બીજી તરફ ડભોઇમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

File-02-Photo-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *