Gujarat

વડોદરાના આર્યકુમાર આશ્રમમાં ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવ રોકાયા હતા

વડોદરા
સમગ્ર દેશ આઝાદીના અણમોલ અમૃત મહોત્સવમાં રંગાઇ ગયું છે, ત્યારે અંગ્રેજાે પાસેથી દેશને આઝાદી અપાવવા માટે ચાલી રહેલી ચળવળમાં વડોદરાનો પણ પ્રત્યક્ષ અને પરોક્ષ ફાળો રહેલો છે. અંગ્રેજ પોલીસ અધિકારીને ઠાર મારીને ક્રાંતિવિર શહીદ ભગત સિંહ, રાજગુરૂ અને સુખદેવ ત્રણ દિવસ વડોદરા આવી પહોંચ્યા હતા અને કારેલીબાગમાં આવેલા આર્યકુમાર આશ્રમમાં રોકાયા હતા. આર્યકુમાર આશ્રમની વિશાળ જગ્યામાં છેલ્લા ૪૦ વર્ષથી રહેતા નિરજભાઇ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, ક્રાંતિવિર શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જે આર્યકુમાર આશ્રમમાં રોકાયા હતા તે હવેલી આજે પણ અડીખમ છે. આ હવેલીની વિશાળ જગ્યામાં રહેવાનો અમને ગર્વ છે. અમારા પૂર્વજાે આર્યકુમાર આશ્રમ સાથે સંકળાયેલા હતા અને આજે પણ આર્ય સમાજ માટે સેવાઓ આપી રહ્યા છે. મને મારા પિતાએ આપેલી માહિતી મુજબ ક્રાંતિવર શહિદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ એક અંગ્રેજને ઠાર મારીને વડોદરા આર્યકુમાર આશ્રમમાં આવી પહોંચ્યા હતા. તે સમયે જે હવેલીમાં રોકાયા હતા. તે હવેલીનું બાંધકામ ચાલુ હતું. આ હવેલી ૧૯૨૮માં નિર્માણ પામી છે. આ હવેલીની બાજુમાં હવનકુંડ પણ આવેલો છે. જે હવનકુંડમાં ક્રાંતિવિરોએ પૂજા પાઠ પણ કર્યાં હતા. ત્રણ દિવસ સુધી વેશપલટો કરીને રોકાયેલા ત્રણ ક્રાંતિવીરો રોકાયા હોવાથી શહીદ ભગતસિંહના જન્મ દિવસે તેમના પરિવારજનો પણ આ સ્થળે આવતા હતા. આ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ પણ અવારનવાર મુલાકાતે આવે છે. કારેલીબાગમાં આવેલા આર્યકુમાર આશ્રમમાં ક્રાંતિવીર શહિદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવે કરેલું રોકાણ વડોદરા માટે ગૌરવની વાત છે અને આજે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ત્રણે ક્રાંતિવિરોને યાદ કરવા જરૂરી છે. ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે સાયમન કમિશનના વિરોધ સમયે લાલા લજપતરાય પર લાઠીચાર્જ કરનાર અંગ્રેજ પોલીસ અધિકારીને ઠાર કરીને ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ શહેરના કારેલીબાગ સ્થિત આર્ય કુમાર આશ્રમમાં રોકાયા હતા. ત્રણ દિવસ ગુપ્તવાસમાં રહેલા ત્રણે ક્રાંતિવિરોનું વડોદરામાં રોકાણ અંગેનો ઇતિહાસ ઘણો ઓછો છે. પરંતુ, જે આર્યકુમાર આશ્રમમાં રોકાયા હતા. તે આર્યકુમાર આશ્રમ આજે પણ કારેલીબાગમાં અડીખમ ઉભો છે. ભારતની આઝાદીમાં ક્રાંતિવીરોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. જેમાં શહિદ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, રાજગુરુ, સુખદેવ સહિત અનેક નામી-અનામી લડવૈયાઓએ દેશની સ્વતંત્રતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા. સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ક્રાંતિકારીઓ દેશભરમાં છૂપાવેશે ફરતા રહેતા અને તેમાં મૂળ પંજાબનાં વતની એવા ભગતસિંહ , રાજગુરુ અને સુખદેવ પણ હતાં. ભગતસિંહ છૂપાવેશમાં પોતાના સાથીદારો રાજગુરુ તથા સુખદેવ સાથે વડોદરામાં કારેલીબાગ સ્થિત આર્યકન્યા વિદ્યાલય ખાતે ત્રણ દિવસ રહ્યાં હોવાનું ઇતિહાસકારો કહી રહ્યા છે. ઇતિહાસકારોના જણાવ્યા મુજબ સાયમન કમિશનના વિરોધ દરમિયાન લાલા લજપતરાય પર લાઠીચાર્જ બાદ તેમના મૃત્યુથી ક્રાંતિકારી ભગતસિંહ તથા તેમના સાથીદારો રાજગુરુ અને સુખદેવમાં ભારે રોષ ભરાયા હતા અને તેમણે લાઠીચાર્જ કરાવનાર અંગ્રેજ પોલીસ અધિકારી જે.પી. સોન્ડર્સને ૧૭ ડિસેમ્બર ૧૯૨૮નાં રોજ ઠાર માર્યા હતાં. ત્યાર બાદ આ ક્રાંતિકારીઓ ધરપકડથી બચવા છૂપાવેશે દેશભરમાં ફરી રહ્યાં હતાં. આ દરમિયાન ભગતસિંહ, રાજગુરુ તથા સુખદેવ કારેલીબાગની આર્યકુમાર આશ્રમમાં ત્રણ દિવસ માટે રોકાયા હતા.

File-02-Photo-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *