Gujarat

રાજકોટમાં વિદ્યાર્થીઓએ ચાલુ વરસાદમાં પરફોર્મન્સ આપી દેશભક્તિને ઉજાગર કરી

રાજકોટ
આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતા આઝાદી કા અમૃત મહોત્સવની રાજકોટમાં ઉજવણી કરવામાં આવી હતી. ૭૬માં સ્વતંત્રતા પર્વની શહેરના ચૌધરી સ્કૂલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. જેમાં અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. અધિક કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પોલીસ, એનસીસી સહિત વિવિધ ટુકડીઓએ રાષ્ટ્રધ્વજને સલામી આપી પરેડ કરી હતી. તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક અને દેશભક્તિના ગીતો પર પરફોર્મન્સ રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. એક તરફ વરસાદ વરસી રહ્યો હતો અને બીજી તરફ પોલીસે ચાલુ વરસાદમાં પરેડ યોજી હતી. તો વિદ્યાર્થીઓએ પલળતા પલળતા પોતાની કૃતિઓ રજૂ કરી હતી. રાજકોટમાં ૭૫ વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે, તેમજ આજ રોજ ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શહેરના ફૂલછાબ ચોક ખાતે હિન્દુ-મુસ્લિમ સમાજ દ્વારા કરવા આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જાેડાયા હતા. તેમજ દેશમાં ભાઈચારો બની રહે તેવી દુવા સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ શહેરમાં વેદાંત હોસ્પિટલમાં દરેક દર્દી પણ આજના દિવસે પોતાની દેશભક્તિ વ્યક્ત કરી શકે અને રાષ્ટ્રધ્વજને સલામી આપી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. પોતાનું દેશ પ્રત્યે પોતાનું ઋણ વ્યક્ત કરવા અને શહીદોના બલિદાનને સલામી આપવા માટે દરેકે દરેક દર્દી ધ્વજવંદન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આઈસીયુ વોર્ડમાં પણ દરેક દર્દીએ ત્યાં જ રહીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને દેશ પ્રત્યે પોતાની ભાવના વ્યક્ત કરી હતી. આ એક અનોખો પ્રયોગ વેદાંત હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો હતો કે જ્યાં હોસ્પિટલના દરેક દર્દી ડોક્ટર નર્સ દરેક દેશભક્તિના રંગે રંગાયા હતા. રાજકોટ મધ્યસ્થ જેલમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેદીઓએ રાષ્ટ્રગાન ગાયને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ ઉપરાંત પોલીસ અધિકારીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કેદીઓએ જેલને પોતાના હાથે શણગારી હતી. તેમજ તિરંગાયાત્રા પણ યોજી હતી.રાજકોટ સહિત સમગ્ર દેશભરમાં આજ રોજ ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રાજકોટના તરઘડી ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ધ્વજવંદન કર્યું હતું. આજે રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દેશભક્તિના રંગમાં રંગાયેલા વિદ્યાર્થીઓએ ઠેર ઠેર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમોમાં ચાલુ વરસાદમાં પોતાના પરફોર્મન્સ રજૂ કર્યા હતા. જીતુ વાઘણીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી હતી. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા રામભાઈ મોકરીયા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. જ્યારે કે રેન્જ આઈજી સંદીપસિંહ, કલેક્ટર અરુણ મહેશ બાબુ, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. તરઘડી ખાતે વરસાદી વાતાવરણ વચ્ચે પણ જુદી જુદી સ્કૂલના વિદ્યાર્થીનીઓએ પોતાની કૃતિ રજૂ કરી હતી. મીડિયા સાથેની વાતચીતમાં જીતુ વાઘાણીએ ગુજરાતવાસીઓને સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવી હતી. તો સાથોસાથ રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓના પગારમાં તેમજ રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જે ૩% નો વધારો કર્યો છે તે બદલ પણ શુભેચ્છા પાઠવી હતી.

File-02-Photo-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *