Gujarat

અમદાવાદ : પતંગ ઉડાવવા પર પ્રતિબંધ નહીં, નિયમો સાથે હાઇકોર્ટે આપી મંજૂરી

ઉત્તરાયણ પર પતંગ ચગાવનાર રસિયાઓ માટે આનંદના સમાચાર છે. ઉત્તરાયણના તહેવારને લઈને થયેલી અરજી મામલે હાઇકોર્ટે આદેશ આપ્યો છે. જેમાં પતંગ ઉડાડવા પર પ્રતિબંધ લગાવ્યો નથી. જોકે રાજ્ય સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. હાઇકોર્ટે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકા યોગ્ય છે. પતંગ ઉડાવવા પર પ્રતિબંધ નહીં. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન થાય તે જરૂરી છે. પતંગ વેપાર 2020માં 600 કરોડથી પણ વધુનો હતો. 1 લાખ 25 હજાર પરિવારો આ તહેવાર પર નભે છે. રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન થાય તે જરૂરી. સરકારને આદેશ કરવામાં આવે છે કે માર્ગદર્શિકાની જાહેરાત કરે. 13માંથી ચોથા મુદ્દા પર સુધારો કરવામાં આવે.

 

એપાર્ટમેન્ટ અને સોસાયટીના સેક્રેટરી સામે નિયમોનો ભંગ થવા પર કાયદેસરના પગલાં લેવામાં આવશે. અમે કોઈ ધર્મની વિરુદ્ધમાં નથી પરંતુ કોરોના સંક્રમણ ન ફેલાય તેના માટે પૂરતી તકેદારી રાખવી જરૂરી છે. સરકારે કોર્ટમાં માર્ગદર્શિકા રજૂ કરી હતી. મેદાન કે રસ્તા પર ઉત્તરાયણ મનાવી શકાશે નહીં. પરિવારના સભ્યો સિવાય અન્ય કોઈ વ્યક્તિ હાજર રહી શકશે નહીં. ટેરસ કે અન્ય સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ શકશે નહીં. ફ્લેટમાં ભીડ ભેગી થઈ તો ચેરમેન જવાબદાર ગણાશે. 11, 12, 13 અને 14 જાન્યુઆરીના રોજ રાત્રી કર્ફ્યુનો કડકાઈથી અમલ કરવામાં આવશે. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભંગ બદલ કડક કાર્યવાહી કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *