Haryana

પત્નીથી પરેશાન બનીને પતિએ કરી આત્મહત્યા

હરિયાણા
એક યુવકે પત્નીથી પરેશાન બનીને આત્મહત્યા કરી લીધી છે. રૂમમાં ફાંસો લગાવતા પહેલા યુવકે એક વીડિયો બનાવ્યો હતો અને સાસરિયાના પક્ષ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. સૂચના મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ શરુ કરી છે. પોલીસે મૃતકની પત્ની અને સાસરિયાના લોકો સામે કેસ નોંધ્યો છે. આ ઘટના હરિયાણાના ફરિદાબાદમાં સામે આવી છે. મૃતકના પરિવારજનોના મતે સોમવારે બધા લોકો ૧૫ ઓગસ્ટ મનાવવામાં વ્યસ્ત હતા. તેમનો પુત્ર સંગીત સવારે ૯ વાગ્યા સુધી બહાર ના આવ્યો તો તેના પિતા રૂમમાં ગયા હતા. જ્યા તે ગળે ફાંસો ખાધેલી હાલતમાં જાેવા મળ્યો હતો. પાસે એક મોબાઇલ પડ્યો હતો. જેમાં વીડિયો બનાવેલો હતો. આ પછી મૃતકના પરિવારજનોએ અગ્રેસન પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસને જાણકારી આપી હતી. મૃતક સંગીતના લગ્ન ૨૨ નવેમ્બર ૨૦૨૧ના રોજ થયા હતા. લગ્નના થોડા જ મહિનામાં સંગીતની પત્ની તેને પ્રતાડિત કરવા લાગી હતી. પત્ની, સાળો અને સાસુ-સસરા દબાણ કરીને પરિવારથી અલગ થવાનું કહેતા હતા. તેનાથી પરેશાન બનીને સંગીતે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા પહેલા બનાવેલા વીડિયોમાં સંગીતે પોતાના સાસરિયાના લોકોને ક્રિમિનલ બેકગ્રાઉન્ડના બતાવ્યા છે. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે પત્ની તેમના પુત્રને દહેજના કેસમાં ફસાવવાની ધમકી આપતી હતી. મૃતક સંગીતે આત્મહત્યા પહેલા બનાવેલા વીડિયોના આધારે પોલીસે મૃતકની પત્ની સહિત સાસરિયાના લોકો સામે કેસ નોંધ્યો છે. પોલીસ અધિકારીઓના મતે વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે. જલ્દી બધા આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

File-02-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *