Gujarat

વિસાવદર નવ નિયુક્ત મામલતદાર કેસવાલા તેમજ વિસાવદર પોલીસનો સપાટો

વિસાવદર નવનિયુક્ત અને પ્રોબેશનલ મામલતદાર તેમજ વિસાવદર પોલીસ ના પીઆઈ એન આર પટેલ તેમજ તેમની ટિમ દ્વારા ભુમાફિયા ઉપર ધોસ બોલાવીને ત્રણ દિવસ સતત રેડ કરીને એક જેસીબી એક લોર્ડર તેમજ એક ડમ્ફર અને બે ટ્રેક્ટર એ તમામ મુદામાલ વિસાવદર પોલીસ દ્વારા હસ્તગત કરેલ અને જૂનાગઢ ખાણ ખનીજ વિભાગ ને વિસાવદર મામલતદાર દ્વારા જાણ કરવામાં આવેલ છે વધુ જાણવા મળતી માહિતી મુજબ ગત રાત્રે જે પીરવડ ગામની સીમમાં રેડ કરવામાં આવેલ તે જગ્યા ગવચર ની જમીન હોય તે જમીન નો કબ્જો કેતન ગોંડલીયા નામની વ્યક્તિ પાસે હોય અને આવ્યક્તિ દ્વારા આજમીન માથી માટી કાઢીને વેચાણ કરતો હોય તેમજ ચેતન અગાવ પણ વિસાવદર પોલીસ દ્વારા ચેતન ની કબ્જા વાળી જમીન માથી જંગી માત્રામાં ઇંગ્લિશ દારૂ પકડેલ.

 

ત્યારે પણ તે દારૂ પ્રકરણ મા ચેતન ગોંડલીયાનુ નામ ખુલેલ ચેતન પોતે રાજકીય વગ ધરાવતો હોય અને ત્યારે પણ પોલીસ ની ધરપકડ અટકાવવા માટે રાજકીય મોટા માથાનો સહારો લીધેલ હોય તેવું જાણવા મળી રહ્યુંછે ત્યારે ચેતન ગોંડલીયા અગાવ પીરવડ ગામનો સરપંચ પણ રહીચૂકેલ છે ત્યારથી તેઓ આવા ગેરકાયદેસર કામ રાજકીય ઓથ લઈને કરતો આવ્યો છે અને વિસાવદર મામલતદાર અને પોલીસ દ્વારા રાત્રે રેડ દરમિયાન અંદાજિત સાડા છ લાખ નો મુદામાલ કબ્જે કરીને આગળની કાર્ય વાહી કરવા માટે ખાણ ખનીજ વિભાગ ને જાણ કરવામાં આવેલ છે હવે જોવાનું એ રહ્યું કે જૂનાગઢ ખાણ ખનીજ વિભાગ આવા રાજકીય વગ ધરાવતા ભુમાફિયા ઓ ઉપર કાયદેસર પગલાં લેશેકે રાજકીય પ્રેસરથી આવા લોકોને મામૂલી ડન્ડ આપીને છોડી મુકસે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *