જામગનરમાં બેરોજગારીના વિરોધમાં એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસે ડીગ્રીઓની નકલની હોળી કરી, કચરાપેટીમાં ફેંકી ઉગ્ર દેખાવ કર્યા હતાં. બેરોજગાર અઠવાડિયા અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઇ હતી તો ટાઉનહોલ વિસ્તારમાં ટ્રાફીક જામ થતાં અફડાતફડી મચી ગઇ હતી. પોલીસે ૩૮ કાર્યકરોની અટકાયત કરી હતી. જામનગર સહિત દેશભરમાં બેરોજગારીનો વ્યાપ વધતા અને સરકારી કચેરીઓમાં ખાલી જગ્યા હોવા છતાં સરકાર દ્વારા ભરતી કરવામાં ન આવતા ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા બેરોજગાર અઠવાડિયું કાર્યક્રમ જાહેર કરાયો છે.
જે અંતર્ગત જામનગરમાં શુક્રવારે સવારે ટાઉનહોલ પાસે એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ડીગ્રીની નકલોની હોળી કરી કચરાપેટીમાં ફેંકી વિરોધ અને દેખાવ કર્યા હતાં. આ દરમ્યાન કાર્યકરો અને પોલીસ કર્મીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી તો આ વિસ્તારમાં ટ્રાફીક જામ થઇ ગયો હતો. આથી પોલીસે ૩૮ કાર્યકરોની અટકાયત કરી હતી. આ ઘટનાથી ટાઉનહોલ પાસે ભારે ધમાચકડી મચી જવા પામી હતી.
