Gujarat

આજરોજ તારીખ ૨૧ ઓગસ્ટને રવિવારે શ્રી સદગુરૂ શ્રી કબીર સાહેબ સેવા ટ્રસ્ટ અને લાયન્સ કલબ ઓફ અમરેલી સિટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પિટલ સંચાલિત અમરેલી દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ સાવરકુંડલા કબીર ટેકરી આશ્રમ ખાતે યોજાયો

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
આજ રોજ તારીખ ૨૧/૮/૨૦૨૨ને રવિવાર શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખોના રોગથી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર ઓ પી ડી માં ૬૫ દદીઁઓને લાભ લીધો હતો. અને તેમજ મોતિયાના ઓપરેશન  ૨૧ દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પનુ દિપ પાગટય  પ.પૂ. મહંત શ્રી નારાણદાસ સાહેબ તથા  લાયન્સ કલબ ઓફ અમરેલી સિટીમાંથી પ્રમુખ શ્રી  ભુપતભાઈ ભૂવા, લાયન્સ  એમ એમ  પટેલ સાહેબ તથા બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટના વિશાલભાઇ વ્યાસ,  જિતેનભાઇ હેલૈયા, કૌશિક મહેતા મેહુલભાઈ ત્રિવેદી. કિતિઁભાઇ ભટ્ટ, નિલેષભાઈ ભીલ, હીંમતભાઈ કાછડીયા  કબીરટેકરી સાવરકુંડલા વગેરે સેવા આપી હતી…

IMG-20220821-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *