અશાંત ધારા હેઠળ મૂકવામાં આવેલી વિસ્તારના 500 મીટરની મિલકતની ખરીદી કે વેચાણ કરવા માટે તે 500 મીટરની હદમાં આવેલી છે કે નહિ તે નક્કી કરવામાં થતો વિલંબ દૂર કરવા માટે ગુજરાત સરકારે એક પરિપત્ર વેચાણ હેઠળની મિલકત 500 મીટરની હદમાં છે કે નહિ તે અંગેનું પ્રમાણપત્ર સંબંધિત તાલુકાના મામલતદારો પાસેથી અથવા તો સિટી સરવેના વિસ્તારમાં આવતી મિલકતો માટે સિટી સરવે સુપરિન્ટેન્ડન્ટ પાસેથી મિલકત 500 મીટરની હદમાં છે કે નહિ તે પ્રસ્થાપિત કરી આપતું પ્રમાણપત્ર મેળવી લેવાનો આદેશ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
માત્ર અમદાવાદના જ અશાંત વિસ્તારોની વાત કરવામાં આવે તો ખાનપુર, દરિયાપુર, આશ્રમ રોડ ટીપી નંબર 3 ઓબ્લિક 5, નવરંગુરાની મુસ્લિમ સોસાયટીઓ, ઓઢવ સબરજિસ્ટ્રારની કચેરીના વિસ્તારો, પાલડી, વેજલપુર, મકરબા, સરખેજ, કોઠાવાલા ફ્લેટની પાછળના જૈન મરચન્ટ સોસાયટી સહિતના વિસ્તારો અશાંતધારા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારો છે. ગુજરાત સરકારે અશાંતધારા અધિનિયમ 17-2020ની કલમ 2(એ)માં અશાંતધારાની વ્ય્ખાયામાં સુધારો કરીને અશાંતધારાના વિસ્તારને અડીને આવેલી 500 મીટરની હદમાં આવેલી મિલકતોનો અશાંત ધારા હેઠળના વિસ્તારમાં સમાવી લેવાનો નિર્ણય કર્યો છે. પરિણામે આ વિસ્તારમાં આવેલી સ્થાવર મિલકતોની તબદિલી કરવાની આવે ત્યારે પરવાનગી મેળવવી પડે છે.