Madhya Pradesh

જબલપુરના આરટીઓ ઓફિસરના ઘરે રેડ પાડતા અધધ સંપત્તિનો ખુલાસો

મધ્યપ્રદેશ
મધ્યપ્રદેશના જબલપુરમાં આર.ટી.ઓ સંતોષ પોલ અંગે મોટો ખુલાસો સામે આવ્યો છે. ઇકોનોમિક ઓફેન્સ વિંગે (ઈર્ષ્ઠર્હદ્બૈષ્ઠ ર્ંકકીહષ્ઠીજ ઉૈહખ્ત, ઈર્ંઉ) (ઈ.ઓ.ડબલ્યુ) દરોડા પાડ્યા હતા. આ દરોડા પરથી આર.ટી.ઓની ગેરકાયદાકીય સંપત્તિ વિશે જાણકારી સામે આવી હતી. ઈ.ઓ.ડબલ્યુને જાણવા મળ્યું હતું કે, આર.ટી.ઓએ ગેરકાયદાકીય રીતે સંપત્તિ ઊભી કરી છે. અધિકારીઓએ પોલના જબલપુર, સાગરના ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન આર.ટી.ઓના જબલપુરમાં છ આલિશાન મકાનો વિશે જાણકારી સામે આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, સંતોષ પોલે પોતાના પગાર કરતા ૬૫૦ ગણી વધુ કમાણી કરી છે. જબલપુરના આર.ટી.ઓ અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા. તેઓ એક ઓટો ડ્રાઈવરને ૧૦૦ ગ્રામ ગાંજા સાથે ફસાવવાની વાત કરી રહ્યા હતા. દરોડામાં આર.ટી.ઓના ઘરેથી રૂ. ૧૬ લાખની રોકડ અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. ઈ.ઓ.ડબલ્યુના એસ.પી રાજપૂતે જણાવ્યું કે, આવકથી વધુ સંપત્તિ હોવાના કેસમાં સર્ચ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પ્રારંભિક કાર્યવાહીમાં આલિશાન ઘર, લક્ઝરી કાર, જમીન, પ્લોટ સહિત કરોડોની સંપત્તિ વિશે જાણકારી મળી છે. રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં પીપી કોલોની ગ્વારીઘાટમાં ૧,૨૪૭ વર્ગફૂટનું એક આવાસીય ભવન, શંકર શાહ વોર્ડમાં ૧,૧૫૦ વર્ગફૂટનું આવાસીય ભવન, શતાબ્દીપુરમમાં ૧૦,૦૦૦ વર્ગફૂટના બે આવાસીય ભવન, કસ્તૂરબા ગાંધી વોર્ડમાં ૫૭૦ વર્ગફૂટનું આવાસીય ભવન, ગઢા ફાટકમાં ૭૭૧ વર્ગફૂટનું આવાસીય ભવન અને ચરગવા રોડ પર ૧.૪ એકરના ફાર્મહાઉસ વિશે જાણકારી મળી છે. અગાઉ ૮ ઓગસ્ટના રોજ જબલપુરમાં કુંડમ તહસીલ નિવાસી સમિતિ સહાયક પ્રબંધકના ઘરે ઈ.ઓ.ડબલ્યુએ દરોડા પાડ્યા હતા. શતાબ્દીપુરમમાં ૧૦,૦૦૦ વર્ગફૂટમાં ફેલાયેલ સંતોષ પાલનો આલિશાન મહેલ જાેઈને ઈ.ઓ.ડબલ્યુની ટીમ હેરાન થઈ ગઈ છે. ત્રણ માળના આ ઘરમાં બધો જ સામાન લક્ઝરી હતી. ઘરમાં લિફ્ટથી લઈને મોંઘી શરાબ રાખવા માટે લાકડીનો રેક, ગાર્ડન, સ્વિમિંગ પૂલ, ઝૂમ્મર સહિત ખૂબ જ કિંમત સામાનથી આલિશાન ઘર બનાવવામાં આવ્યું છે. ઈ.ઓ.ડબલ્યુ દેવેન્દ્ર પ્રતાપ સિંહ રાજપૂત જણાવી રહ્યા છે કે, તપાસની કામગીરી ચાલુ છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *