નર્મદા
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ લાખોનો દારૂ ક્યાંકને ક્યાંક પકડાય છે ત્યારે નર્મદા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જીલ્લામાં ઇગ્લીશ દારૂની હેરાફેરી થતી અટકાવવા તથા ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડી પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓ અનુસંધાને એસ.જે.મોદી ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવિઝન નાઓના માર્ગદર્શન હેઠળ પી.પી.ચૌધરી સાહેબ સર્કલ પોલીસ ઇન્સપેકટર ડેડીયાપાડા તથા સાગબારા પો.સ્ટે.ના પોલીસ માણસો સાથે ઘનશેરા ચેક પોસ્ટ ઉપર વાહન ચેકીંગમાં હાજર હતા. મહારાષ્ટ્ર તરફથી એક મારૂતિ અર્ટીગા ગાડી નંબર જીજે-૦૩-ૐઇ-૮૫૦૫ ની આવતા તેને ઉભી રાખવા માટે ઇશારો કરતા તેના ચાલકે ગાડી ઉભી નહીં રાખી અને પોતાની ગાડીને ઘનશૈરા ચેક પોસ્ટથી પુર ઝડપે સાગબારા તરફ હંકારી મુકતા તેનો પીછો કરતા ગાડીના ચાલકે તેમની ગાડી કુંભી કોતરના ટેકરા ઉપર હાઇવે રોડની સાઇડમાં મુકી તેનો ચાલક તથા તેની સાથેનો બીજાે એક અજાણ્યો ઇસમ ઝાડી જંગલમાં નાસી ગયેલ જેમની તપાસ કરતા મળી આવેલ ન હોય અને આ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ વ્હીસ્કીની કાચની ૭૫૦એમએલની બોટલો નંગ ૨૪૦ રૂા . ૧,૨૦,૦૦૦ / -નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા મારૂતિ અર્ટીગા ગાડી સહિત કુલ રૂ .૬,૨૦,૦૦૦ / -નો મુદ્દામાલ કબજે કરી અજાણ્યો ચાલક તથા તેની સાથેના બીજાે એક અજાણ્યો ઇસમ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
