Gujarat

૧૦૦ કિલો ગાંજા સાથે કારચાલકને ઝડપી પાડતી વલસાડ પોલીસ

વલસાડ
વલસાડ રૂલર પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે હૈદરાબાદ થી એક કાર નંબર (આરજે-૩૦-સીએ-૭૦૭૦)માં વિપુલ પ્રમાણમાં ગાંજાનો જથ્થો ભરી કારનો ચાલક રાજસ્થાન તરફ મુંબઈ થઈ, ભીલાડ થઈ, જવાનો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે રૂલર પોલીસ મથકના પીઆઈ સચિન પવાર અને તેમની ટીમ રૂલર પોલીસ મથક હદ વિસ્તારમાં બાતમી વાળી કારની વોચ ગોઠવી ઉભી હતી. જે દરમિયાન બાતમી વાળી કાર આવતા હાઈવે ઉપર ટ્રાફિકજામ કરી કારને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. કારના ચાલકે પકડાઈ જવાની બીકે કારને આગળ હંકારી મૂકી હતી અને તેમની ટીમે બાતમી વાળી કારનો ફિલ્મી ઢબ્બે પીછો કર્યો હતો. જે દરમિયાન બાલાજી કંપની પાસે આવેલા ખાડામાં કાર પડતા કાર બંધ થઈ ગઈ હતી અને રૂલર પોલીસે કારના ચાલકને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે કારમાં ચેક કરતા કુલ ૧૦૦ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાના જથ્થા સાથે રાજસ્થાનના રહેવાસી ગોવિંદ દેવીસિંહ રાજપૂતની અટકાયત કરી ડુગરી પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી, ગાંજાનો જથ્થો અને કાર કબ્જે કરી આરોપીની પૂછપરછ હાથ ધરી છે.વલસાડ રૂરલ પોલીસની ટીમે હાઇવે ઉપરથી હૈદ્રાબાદથી રાજસ્થાન તરફ કારમાં ગાંજાનો જથ્થો લઈને જઈ રહ્યો હોવાની વતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ રુએળ પોલીસની ટીમે બાતમી વાળી કાર આવતા હાઇવે ઉપર ટ્રાફિક જામ કરી બાતમીના વાળી કારને ઝડપી પાડવાનો પ્રયાસ કર્યો હતો. કાર ચાલકે પકડાઈ જવાની બીકે કારને આગળ હંકારી ગયો હતો. ગાંજાે લઈને જતી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને ડુંગરી હાઇવે ઉપર કારમાંથી ૧૦૦ કિલો ગાંજાના જથ્થા સાથે કાર ચાલકને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.

File-01-Page-16.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *