Gujarat

જામનગરની ઝુંપડપટ્ટીની 170 બાળકોએ ગુજરાતી ફિલ્મ નિહાળી

જામનગરમાં પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધારાબેન પુરોહિત તથા ઉપપ્રમુખ પરિમલભાઈ ભટ્ટની લગ્નની વર્ષગાંઠની ઝૂપડપટ્ટીના ૧૭૦ બાળકોને માતા-પિતા સાથે ગુજરાતી અર્બન ફિલ્મ યુવા સરકાર બતાવી ઉજવણી કરાઈ હતી. શહેરમાં પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ-ઉપપ્રમુખની લગ્નની વર્ષગાંઠ નિમિતે ૧૭૦ ઝૂપડપટ્ટીના બાળકોને પરીવાર સાથે ફિલ્મ બતાવવામાં આવ્યું ત્યારે ફિલ્મના લીડ હિરો હર્ષલભાઈ માંકડ તથા ડાયરેક્ટર રક્ષિતભાઈ વસાવડા હાજર રહ્યા હતા, બાળકો-વાલીઓ સાથે વાતો કરી હતી.

 

સહયોગ ફિલ્મના પ્રોડયુસર નિલેશભાઈ કાત્રોડીયાનો રહ્યો હતો અને બાળકો, વાલીઓને આઈનોકસ ટોકીઝ દ્વારા નાસ્તો કરાવતા પ્રોડ્યુસર નિલેશભાઈ, હર્ષલભાઈ, રક્ષિતભાઈ તથા થીયેટરને મોમેન્ટો સંસ્થા દ્વારા અપાયું હતું. નિશિતા, તિર્થી ગોંડલીયા, પ્રેમ માવ, ઋત્વિક ગોંડલીયા, જયદીપ ઈન્ગોલે, બંસી લખતરિયા, યશ ભટ્ટી, શીતલ સુથાર, ભાવેશે જહેમત ઉઠાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *