- ભાણવડના મેવાસાવાડી વિસ્તારમાં મધરાત્રે રહેણાંક મકાનમાં ઘૂસી કાર-દાગીનાની લૂંટ ચલાવનાર ચારેય શખસોએ ખીરસરા પંથકમાં દૂરથી પોલીસ જીપ જોઈ પથ્થર ફેંકી વાહનનો કાચ તોડી નાખ્યાનો બનાવ બહાર આવ્યો હતો જેમાં પોલીસે લૂંટારૂઓ સામે નુકસાની તેમજ ફરજ રૂકાવટ સહિતની કલમો હેઠળ વધુ એક ગુનો નોંધ્યો હતો.
